- પોરબંદરના આદિત્યણા ગામમાં મગર ઘરમાં ઘુસ્યો
- પ્રકૃતિ ધ યુથ ક્લબના યુવાનોએ મગરને પકડ્યો
- પ્રકૃતિ ધ યુથ કલબે મગરને પકડીને વન વિભાગને સોંપ્યો
પોરબંદર :હાલ ચોમાસાની ઋતુ છે ત્યારે અનેક જળચર પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે. પોરબંદર નજીકના આદિત્યણા ગામે એક રહેણાંક મકાનમાં મગર આવી ચડ્યો હતો. લોકો ભયભીત થયા હતા અને લોકોએ પ્રકૃતિ ધ યુથ ક્લબ (The Youth Club)ને જાણ કરી હતી. પ્રકૃતિ ધ યુથ ક્લબ (The Youth Club)ના યુવાનોએ આ મગરને પકડીને વન વિભાગને જવાબજારી સોંપી હતી. ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.