ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર ફાયરિંગ કેસના આરોપીને પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરાયો - Kamalabagh Police Station

પોરબંદરઃ જિલ્લાના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફાયરિંગ કેસની ફરીયાદના આરોપીને પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો.

પોરબંદરમાં ફાયરિંગ કેસના આરોપીને પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરાયો
પોરબંદરમાં ફાયરિંગ કેસના આરોપીને પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરાયો

By

Published : Dec 15, 2020, 2:14 PM IST

  • પોરબંદરમાં ફાયરિંગ કેસના આરોપીને પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરાયો
  • કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ ફાયરિંગ કેસનો આરોપી ઝડપાયો
  • કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ફારિંગનો કેસ

પોરબંદરઃ જિલ્લાના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફાયરિંગ કેસના આરોપીને પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો

પોરબંદર ફાયરિંગ કેસ

પોરબંદર શહેરમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો. જેની કમલાબાગ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ફાયરિંગ કેસમના આરોપી રમેશ ચનાભાઇ ઓડેદરાને મેજીસ્ટ્રેટ પોરબંદર દ્વારા પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલો હતો. જેથી આ પાસા વોરન્ટની બજવણી કરવા માટે પીઆઇ કે.આઇ.જાડેજા તથા PSI એચ.સી.ગોહિલને સુચના આપવામાં આવેલી જે સુચના આધારે SOG ટીમના મહેબુબખોન બેલીમ તથા એલ.આર. સંજય કરશનભાઇ ચૌહાણને મળેલ બાતમી આધારે પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે રોડ ભોદ પાટીયા પાસેથી SOG ટીમ વોચમાં હતી. તે દરમિયાન આરોપીને પકડી પાડી અટક કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યા હતો.

ABOUT THE AUTHOR

...view details