ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં શિક્ષિકા સહિત પતિ અને સસરા પર પ્રેમીએ કર્યો તલવાર વડે હુમલો - Porbander

પોરબંદરઃ શહેરના છાયા વિસ્તારમાં રહેતી શિક્ષિકાના ઘરે બપોરે ત્રણ કલાકે શિક્ષિકા સહિત તેના પતિ અને સસરા પર શિક્ષિકાના પ્રેમીએ ઘરમાં ઘુસી તલવારથી હુમલો કરી નાસી છૂટ્યો હતો. આ ઘટના બાદ ઘાયલને તાતકાલિક ધોરણે સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડલામાં આવ્યા હતા.

પોરબંદર

By

Published : May 2, 2019, 11:15 PM IST

માહિતી પ્રમાણે, પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા મગન રાણીંગા (ઉ.વ. 75)ના ઘરે તેના પુત્ર કેતન રાણીંગા (ઉ.વ. 31) અને પુત્રવધુ ધારાબેન રાણીંગા (ઉ.વ. 31) હતા ત્યારે બપોરે ત્રણ કલાકે નગાજણ બાલુ ઓડેદરા નામના શખ્સ તલવાર લઈને આવ્યો હતો. આ શખ્સે રતનપર સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કેતન રાણીંગા પર તલવાર વડે હુમલો કર્યો હતો, ત્યારે આ શખ્સને રોકવા જતા પત્ની ધારાબેનના હાથમાં અને પિતા મગન ભાઈને કમરના ભાગે તલવાર વડે હુમલો કરતા લોહીના ખાબોચિયા છલકાયા હતા. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકોના ટોળા એકઠા થયા થતા નગાજણ ત્યાંથી નાસી છૂટ્યો હતો.

શિક્ષિકા સહિત પતિ અને સસરા પર પ્રેમીએ કર્યો હુમલો

કેતન રાણીંગાના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર શખ્સ તેની પત્ની ધારાનો પ્રેમી હતો અને બરેંજ ગામે ધારાબેન શિક્ષિકા હોવાથી રસ્તામાં અવાર નવાર આવી જતો . ધારાબેન અને નગાજણ એક મહિનો સાથે લિવ ઈન રિલેશનશિપમાં પણ રહેલા છે, પરંતુ ફરી તેના પતિએ સમજાવતા ધારાબેન પોતાના પતિ પાસે રહેતા હતા. આજે સવારે નગાજણનો ફોન આવતા કેતન અને નગાજણ વચ્ચે બોલાચાલી થઇ હતી, જેથી ઉશ્કેરાઈ જતા નગાજણે આજે તલવારથી આ પરિવાર પર હુમલો કર્યો હતો. આ બધું જાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details