ગુજરાત

gujarat

ETV Bharat / state

દારૂની હેરાફેરી કરતા શખ્સને પાસા હેઠળ સુરત મધ્યસ્થ જેલમાં ધકેલાયો - police

પોરબંદરઃ ચૂંટણી પ્રક્રિયા શાંતિમય રીતે પૂર્ણ થાય તે માટે જૂનાગઢ રેન્જ IG સુભાષ ત્રિવેદી તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહીલની સૂચના મુજબ જિલ્લામાં માથાભારે ઇસમો તેમજ દારૂના વેચાણ અંગેની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂદ્ધ પાસા તથા હદપાર જેવા અટકાયતી પગલા લેવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.

આરોપી આશીષ ઉર્ફે ટકો કિશોરભાઇ મશાણી

By

Published : Apr 11, 2019, 1:45 AM IST

કિર્તીમંદીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનો મોટો જથ્થો રાખી અવાર-નવાર દારૂની હેરાફેરી તથા વેચાણ કેસમાં પકડાયેલા આરોપી આશીષ ઉર્ફે ટકો કિશોરભાઇ મશાણી (ઉ.વ.૨૦ રહે. ખારવાવાડ પોરબંદર) વિરૂદ્ધ LCB PSI એચ.એન.ચુડાસમા તથા ASI જગમાલભાઇ વરૂ તથા રામભાઇ ડાકી તથા HC અમિત અગ્રાવત તથા HC લખમણભાઇ કારાવદરા દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા તે આશિષને મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવા હુકમ કરી પાસા વોરંટ ઇસ્યુ કરતા, LCB PSI એચ.એન.ચુડાસમા એ પાસા વોરંટની બજવણી કરી આરોપી આશિષને મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details