ગુજરાત

gujarat

By

Published : Jun 30, 2019, 2:37 AM IST

ETV Bharat / state

પોરબંદરમાં આંકડા દિવસની કરાઇ ઉજવણી, સાથે યાદ કરાયા પ્રશાંતચંદ્ર મહાલ નોબીસને

પોરબંદર: તારીખ 29 આર્થિક આયોજન તથા આંકડાકીય વિકાસ ક્ષેત્રે પ્રોફેસર પ્રશાંતચંદ્ર મહાલ નોબીસનું અમુલ્ય યોગદાન રહ્યું છે. તે બદલ દર વર્ષે તેમની જન્મતિથિ તારીખ 29 જુનનાં દિવસને ભારત સરકાર દ્વારા Statistics Day તરીકે ઉજવવામાં આવે છે. જેથી પોરબંદરની વી.જે.મોઢા કોલેજ ખાતે Sustainable Development Goals થીમ સાથે જિલ્લા કક્ષાનો Statistics Day(આંકડા દિવસ)અંગે વર્કશોપ યોજાયો હતો.

પોરબંદરમાં આંકડા દિવસની કરાઇ ઉજવણી, સાથે યાદ કરાયા પ્રશાંતચંદ્ર મહાલ નોબીસને

આ વર્કશોપમાં જિલ્લા આયોજન અધિકારી એન.બી.ચૌહાણએ પ્રોજેક્ટરના માધ્યમથી કોલેજનાં વિદ્યાર્થીઓને તમામ પ્રકારની ગરીબી દુર કરવી, ભુખમરાની નાબુદી, સારૂ આરોગ્ય અને સુખકારી, ગુણવત્તા સભર શિક્ષણ સહિત કુલ 17 ધ્યેય અંગે માહિતગાર કરી પ્રાથમિક સમજ અને અમલીકરણ માટેના માળખા બાબતે માહિતગાર કર્યા હતા. આ વર્કશોપમાં જિલ્લા પ્રોગ્રામ અધિકારી અંજનાબેન જોષી, કોલેજનો સ્ટાફ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details