ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરની વિદ્યાર્થીનીએ સિવિલ એન્જીનિયરીંગમાં મેળવ્યું ગોલ્ડ મેડલ - Gujarati News

પોરબંદરઃ જિલ્લાના રાણાવાવમાં યુવતીએ મજીઠીયા ગર્લ્સ સ્કૂલમાં ધો-10માં 72% સાથે પોરબંદરની પોલીટેકનીક કોલેજમાં ડિપ્લોમા સિવિલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાર બાદ સતત મહેનત કરી મોરબીની લગધીરસિહજી એન્જિનિયરિંગ કોલેજમાં ડીગ્રીના અભ્યાસક્રમમાં ઉચ્ચતર અભ્યાસમાં એડમીશન મેળવ્યું હતું. ત્યારે આ યુવતીને એન્જિનિયર તરીકે ઉત્તિર્ણ થવા ઉપરાંત કોલેજમાં સિવીલ વિભાગમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું હતું.

વિદ્યાર્થીની એ એન્જીનીયરીંગ કોલેજ માં મેળવ્યો ગોલ્ડ મેડલ

By

Published : May 22, 2019, 5:27 AM IST

જિલ્લાની મોહિની સુરેશભાઈ વારા નામની યુવતીને સફળતા મળતા માતા મનિષાબેન અને પિતા સુરેશભાઈ વારા પોતાની આંખમાં હર્ષના આસુંને રોકી શક્યા ન હતા. સિવિલ એન્જિનિયર તરીકેની જ્વલંત સફળતા મેળવનાર મોહિનીએ સફળતાનો શ્રેય માતા પિતાને આપ્યો હતો અને વિદ્યાર્થીઓને પોઝિટિવ થીંકીંગનો સંદેશો પાઠવ્યો હતો.

વિદ્યાર્થીની એ એન્જીનીયરીંગ કોલેજ માં મેળવ્યો ગોલ્ડ મેડલ

આ બાબતે વારા પરિવાર સાથે કોળી સમાજનું પણ નામ રોશન કરવા બદલ કોળી સમાજના આગેવાનો અને વિવિધ સંગઠનો અને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details