ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લાના 301 છાત્રોને લોકડાઉનમાં રૂપિયા 1500 સહાય ચૂકવાઈ - સહાય

નોવેલ કોરોના વાઇરસ સંક્રમણને સામે તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકારની સુચનાથી પોરબંદરના સરકારી છાત્રાલયો/આદર્શ નિવાસી શાળા, ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયોના ધોરણ 10/12 સિવાયનાં છાત્રોને એપ્રિલ-2020 માસના નિભાવ પેટે રૂા.1500 લેખે જિલ્લાના 301 છાત્રોને ઇ-પેમેન્ટથી રૂપિયા 4.51 લાખની સહાય ચૂકવવામાં આવી છે.

પોરબંદર જિલ્લાના 301 છાત્રોને લોકડાઉનમાં રૂ. 1500 લેખે ઇ-પેમેન્ટથી કુલ રૂા.4.51 લાખની સહાય ચુકવાઈ
પોરબંદર જિલ્લાના 301 છાત્રોને લોકડાઉનમાં રૂ. 1500 લેખે ઇ-પેમેન્ટથી કુલ રૂા.4.51 લાખની સહાય ચુકવાઈ

By

Published : Apr 30, 2020, 12:50 PM IST

પોરબંદરઃ છેવાડાના માનવીઓને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ રહે છે. કોરોના મહામારીના સમય દરમિયાન લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ ઘર બેઠા મળી રહે અને સાથે સાથે લોકડાઉનનું પાલન પણ થાય તેવી તકેદારી રાખવામાં આવે છે. ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ એડવાન્સમાં ચાલુ મહિનાના પેન્શનની ચૂકવણી, ગરીબો અને મધ્યમવર્ગીય પરીવારોને વિનામુલ્યે અનાજ વિતરણ સહિતની યોજનાઓ દ્રારા રાજ્ય સરકારે સંવેદના દાખવીને કોરોના મહામારી દરમિયાન પણ લાભાર્થીઓના ઘર ઘર સુધી વિવિધ યોજનાઓના લાભ પહોંચાડ્યા છે.

કોરોના મહામારીના કારણે સરકારના સુચના મુજબ જિલ્લા તંત્ર દ્રારા લોકહિતાર્થે શાળા/કોલેજ સહિત છાત્રાલયો બંધ કરી વિધાર્થીઓને રજા આપવામાં આવી છે. આ દરમિયાન છાત્રોને એપ્રિલ-2020 માસનાં નિભાવ ખર્ચ પેટે રૂપિયા 1500 સહાય આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો.

જે મુજબ પોરબંદર જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણ કચેરી હસ્તકના સરકારી છાત્રાલયનાં કુમાર/કન્યા 64, આદર્શ નિવાસી શાળા કુમાર/કન્યા 103 તથા ગ્રાન્ટેડ છાત્રાલયનાં 25 તેમજ સમાજ કલ્યાણ અધિકારી (જિ. પ) હસ્તકની ગ્રાન્ટેડ છાત્રાલયોના કુમાર કન્યા 109 એમ કુલ 301 છાત્રોને રૂા.1500 લેખે ઇ-પેમેન્ટથી કુલ રૂપિયા 4.51 લાખની સહાય ચૂકવવામાં આવી છે. તેમ નાયબ નિયામક કે.એફ.મકવાણા દ્રારા જણાવાયું કે, પોરબંદર જિલ્લાના 301 છાત્રોને ઇ-પેમેન્ટથી એપ્રિલ માસનાં નિભાવ ખર્ચ પેટે રૂપિયા 1500 લેખે તમામ છાત્રોના બેક ખાતામાં સીધી જ રકમ જમા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details