- હોળી દરમિયાન પોરબંદરમાં કડક પોલીસ બંદોબસ્ત રહેશે
- અનિચ્છનીય બનાવ ન બને તે માટે લેવાયો ખાસ નિર્ણય
- 4 DYSP, 7 PI તથા 22 PSI રાખશે ચાંપતી નઝર
- 200 જેટલા પોલીસ અને 500 જેટલા હોમ ગાર્ડ જવાનોની અલગ અલગ ટિમ બનાવાઈ
આ પણ વાંચો :પોરબંદરમાં NSUIએ તિલક હોળી મનાવી પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં રંગ ભર્યા
પોરબંદર: તા.28/03/2021થી હોળીનો પર્વ શરૂ થનારો છે. જેમાં લોકો દ્વારા હોલિકાનું દહન થતુ હોય છે. અલગ- અલગ વિસ્તારમાંથી લોકો દર્શનાર્થે આવતા હોય અને લોકોની ભીડ જોવા મળતી હોય છે. જે અનુસંધાને પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે તથા હાલમાં ચાલી રહેલી કોવીડ- 19 મહામારીને અટકાવવા પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવવામાં આવે અને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન થાય તેમજ તહેવાર દરમિયાન કોઇપણ જાતનો કોમ્યુનલ/ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોરબંદર પોલીસ દ્વારા સ્થાનિક લેવલેથી જરૂરી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેમા DYSP- 4, PI- 7, PSI- 22 તથા આશરે 200 જેટલા પોલીસ તથા 500 જેટલા હોમગાર્ડ/TRB/GRDની અલગ અલગ ટીમો બનાવી જરૂરી પોલીસ પેટ્રોલીંગ કરવામા આવશે.