પોરબંદરઃ એકતરફ કોરોના મહામારીની દહેશત ફેલાઇ છે ત્યારે લોકડાઉનના હિસાબે અનેક વેપારીઓને વ્યવસાય કરવામાં મુશ્કેલી પડી રહી છે. લોકડાઉનમાં સમયમર્યાદા હોવાના લીધે ગ્રાહકોની સંખ્યા પણ ઘટી છે ત્યારે આજે પોરબંદરમાં નગરપાલિકા દ્વારા રૂપાળીબાગ પાસે આવેલ ફૂટપાથ પાસે ફ્રૂટ વેચી જીવન ગુજારો કરતાં વેપારીઓને પાલિકા દ્વારા ત્યાં ઊભાં ન રહેવા જણાવવામાં આવ્યું હતું.
પોરબંદરમાં રૂપાળીબાગ બજારના રેંકડીધારકોએ કલેક્ટરને કરી રજૂઆત
કોરોના લૉકડાઉન હળવું થઈ ગયું છે ત્યારે વિવિધ વર્ગના લોકો માટે વેપારધંધા ફરી ધમધમતાં કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદરના રુપાળીબાગ પરની ફૂટપાથ પર ફળો વેચી ગુજરાન ચલાવતાં રેકંડીધારકો કલેક્ટરને મળ્યાં હતાં અને પોલિસની કનડગત રોકવા વિનંતી કરી હતી.
પોરબંદરમાં રૂપાળીબાગ બજારના રેંકડીધારકોએ કલેકટરને કરી રજૂઆત
જીવન ગુજરાતનો પ્રશ્ન હોવાથી આ બાબતે પાલિકાના અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસ પણ આવી પહોંચી હતી. નગરપાલિકા અધિકારી દ્વારા નિયમ બાબતે અડગ રહેતાં ફ્રૂટ વેપારીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ માંડમાંડ ગુજરાન ચલાવી રહ્યાં છે ત્યારે પડ્યા પર પાટુ સમાન આ નિયમ છે જેમાં થોડું ઘટતું કરવા કલેકટરને રજૂઆત કરી હતી.