કહેવાય છે ને શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં ખેલતે હે આ ઉક્તિને સાર્થક કરતા પોરબંદરના શારદા મંદિર પે સેન્ટર શાળાના શિક્ષક પ્રીયેશભાઈ લખલાણી અને દીપેનભાઈ કનૈયાને વિચાર આવ્યો હતો. શાળામાં આવતા બાળકો બચત કરી અને બેન્ક વ્યવહાર વિશે જાણકરી મળે તે હેતુંથી 2016માં બાળ બેન્કની શરૂઆત કરી હતી. સ્કૂલમાં આવતા બાળકો રીસેસમાં નાસ્તા માટે પોકેટ મની લાવતા તેમાથી નાસ્તો લીધા બાદ બચેલા રૂપિયાતે બાળ બેંકમાં જમા કરાવવા લાગ્યા અને આજે આ બાળ બેન્ક વહીવટ બાળકો જ સંભાળે છે.
આવો જાણીએ આ બાળ બેન્ક વિશે
શિક્ષકના નવીનતમ વિચારથી આ શાળામાં ચાલી રહી છે બાળ બેન્ક આ બાળ બેન્કમાં દૈનિક રજીસ્ટર, પાસબુક, ખાતાઓની યાદી બુક અને સ્ટાફમાં બેન્ક મેનેજર અને કેશિયરની જવાબદારી બાળકો જ સંભાળે છે. જેનું સંચાલન 23 બાળકો કરી રહ્યા છે. જેમાં બે બેન્ક મેનેજર અને 6 કેશિયર છે. નિયમિત કરેલ દિવસમાં મેનેજર અને કેશિયર બદલતા રહે છે. રિશેસના સમયે 10 મિનિટ માટે આ બાળ બેન્ક ખુલે છે. ખાસ પ્રકારની રૂપિયા ઉપાડવા અને જમા કરવાની પ્રિન્ટેડ સ્લીપ ભર્યા બાદ મેનેજર પ્રક્રિયા કરે છે અને રૂપિયા જમા કરે છે. અને તેની નોંધ તારીખ પાસબુક અને ખાતાવહીમાં કરે છે. આ બાદ સમગ્ર વહીવટ કોમ્પ્યુટરમાં પણ નોંધવામા આવે છે. બાળકો હોંશે હોંશે અહી રુપિયા જમા કરાવવા આવે છે.
શ્રી શારદા મંદિર પે સેન્ટર શાળાના શિક્ષક પ્રિયેશ ભાઈ લખલાણીએ જણાવ્યાનુંસાર આ બાળ બેન્કમાં 40થી વધુ રૂપિયા જમા કરાવનાર બાળકની તેના વાલીની સહી સ્લીપમાં કરાવવાની રહે છે. આ ઉપરાંત ઘણીવાર એવું પણ બને છે કે, બાળકના ખાતામાં રૂપિયા વધુ જમા થઈ ગયા હોય તો તેનો મોબાઈલ નંબર નોંધ કરેલી હોય છે. અને વાલીઓની સંમતિ બાદ જ તેમાંથી બાળકને રૂપિયા આપવામાં આવે છે. આ શાળામાં થતી બાળ બેન્કની જમા રકમ SBI બેન્કમાં એકાઉન્ટ બનાવેલું છે. જેમાં આવતી વ્યાજની રકમ સ્ટેશનરી ખર્ચમાં થાય છે. બાળકો બેન્કિંગ જ્ઞાન પણ લઇ રહ્યા છે. બાળકોમાં બચતના નવીનતમ વિચારથી શિક્ષકોનો આભાર માની રહ્યા છે.