પોરબંદરઃ કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં આંગણવાડી કેન્દ્રના બહેનો ઉત્તમ સેવા કરી રહી છે. ઘરે ઘરે જઇને 6 માસથી 6 વર્ષના કુલ 30 હજાર બાળકોને બાલશક્તિ ટી.એચ.આરનાં પેકેટ પુરક પોષણ માટે પહોંચાડે છે.
પોરબંદરમા આંગણવાડીની બહેનો ભુલકાઓને ઘર પહોંચાડે છે બાલશક્તિ પેકેટ - ગુજરાત કોરોના સમાચાર
કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં આંગણવાડી કેન્દ્રના બહેનો ઉત્તમ સેવા કરી રહી છે. ઘરે ઘરે જઇને 6 માસથી 6 વર્ષના કુલ 30 હજાર બાળકોને બાલશક્તિ ટી.એચ.આરનાં પેકેટ પુરક પોષણ માટે પહોંચાડે છે.
કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં સરકાર દ્રારા જાહેર કરાયેલ લોકડાઉનની અમલવારી થઇ રહી છે. લોકડાઉનની સ્થિતિ દરમિયાન રાજ્યમા આવેલા આંગણવાડી કેન્દ્રો પણ બંધ હોવાથી નાના ભુલકાઓને ઘરબેઠા પુરક પોષણનો લાભ મળે તેવુ કાર્ય રાજ્ય સરકાર કરી રહ્યુ છે. જે અનુસંધાને જીલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીના માર્ગદર્શન તથા આઇ.સી.ડી.એસના પ્રોગ્રામ ઓફીસર અંજનાબેન જોષીના સંકલનમાં પોરબંદર જીલ્લામાં કાર્ય કરતા આંગણવાડીની બહેનો ઘરે ઘરે જઇને 6 માસથી 6 વર્ષના 30 હજાર જેટલા બાળકોને બાલશક્તિ ટી.એચ.આરના પેકેટ પુરક પોષણ માટે અપાઇ રહ્યા છે.
લોકડાઉનના સમય દરમિયાન સરકારની યોજનાઓનો લાભ લોકોને મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. ત્યારે આ સંદર્ભે અંજનાબેન જોષીએ કહ્યુ કે, જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાર્યરત આંગણવાડીની બહેનો 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને પુરક પોષણ મળી રહે તે માટે ઘરે ઘરે જઇને બાલશક્તિ ટી.એચ.આરના પેકેટ વિતરણ કરે છે.