ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના સોઢાણા ગામે વર્તુ નદીમાંથી રેતીની ચોરીનો પદાર્ફાશ - Mining

પોરબંદર: જિલ્લામાં દરિયાકાંઠે થી દરિયાઈ રેતીની ચોરી ઉપરાંત નદીઓ માંથી મીઠી રેતીની ચોરી પણ બેફામ ચાલી રહી છે. પોલીસ દ્વારા અગાઉ બે જગ્યાએથી દરિયાઈ રેતી ચોરી ઝડપી લીધા બાદ ગઈ કાલે પોરબંદર ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે પોરબંદરના બરડા પંથકના સોઢાણા ગામના પાદરમાં આવેલી વર્તુ નદી કાંઠે દરોડો પાડ્યો હતો.

By

Published : May 9, 2019, 3:22 AM IST

સોઢાણા ગામનાના નવા વણકરવાસમાં રહેતા 4 આરોપીઓની ધરપકડ કરી પોલીસે 6 ટન રેતી જપ્ત કરી હતા. સાથે જ 7 લાખ 1 હજાર 700નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. હાલમાં આ ચારેય શખ્શો વિરુદ્ધ ગુન્હો નોઘી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details