પોરબંદરઃ આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ પડયો છે, ત્યારે JCI પોરબંદર, રિઝવાન અડતીયા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા પોરબંદર શહેરના પર્યાવરણ પ્રેમી લોકો માટે વિના મૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જુદા જુદા પ્રકારના 700 જેટલા રોપાઓ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા.
રિઝવાન આડતીયા ફાઉન્ડેશન અને JCI પોરબંદર દ્વારા રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો - JCI પોરબંદર દ્વારા રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો
- જુદા જુદા પ્રકારના 700 જેટલા રોપાઓ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યા
- વન વિભાગના RFO સરવૈયા તથા JCIપોરબંદરના મેમ્બરો ઉપસ્થિત રહ્યાં હતા.
ગત વર્ષે પણ રિઝવાન આડતીયા ફાઉન્ડેશન અને JCI દ્વારા અનેક સ્કૂલો અને જાહેર જગ્યાઓમાં વૃક્ષા રોપણ કાર્યક્રમો દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષો વાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે, ગત વર્ષે રિઝવાનભાઈના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સેલ્ફી વિથ માય પ્લાન્ટ કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આજે શુક્રવારે રૂપાળી બાગ સામે આયોજિત રોપા વિતરણ કાર્યક્રમમાં JCI પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા, પ્રમુખ તેજસ બાપોદરા, અને રિઝવાન અડતીયા ફાઉન્ડેશનના પિયુષ ઝાલા, શિવાની સામણી, પાર્થ લોઢિયા અને વન વિભાગના આર.એફ.ઓ સરવૈયા તથા JCIપોરબંદરના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા.