ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતીય તટરક્ષક દળે રેસ્ક્યુ કરી બાર્જના 8 ક્રુમેમ્મ્બરોને બચાવાયા - porbandar

પોરબંદરઃ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે દરિયામાં માછીમારોને માછીમારી કરવાની પણ મનાઈ ફરવામાં આવી છે, પરંતુ હવામાન પલટાના કારણે 15 એપ્રિલના દરિયાઈ મુસાફરી કરતું એક બાર્જ જખૌ પાસે મુસીબતમાં મુકાયું હતું. જેમાં સવાર 7 ક્રુમેમ્બરોના જીવ જોખમમાં મુકાયા હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 16, 2019, 4:25 PM IST

આથી તેઓએ ભારતીય તટ રક્ષક દળને ફોન કરી જાણકારી આપી હતી. ભારતીય તટ રક્ષક દળની ઇન્ટરસેપ્ટર શિપ ચાર્લી-408 લઇ ભારતીય તટ રક્ષક દળના જવાનો તાત્કાલિક આ ક્રુમેમ્બરોને બચાવવા નીકળી ગયા હતા. દરિયામાં ખરાબ વાતાવરણ હોવાના કારણે અનેક મુશ્કેલીઓ પડતી હતી. જેનો સામનો કરી 7 ક્રુમેમ્બરોને બચાવવામાં સફળતા મળી હતી.

8 ક્રુમેમ્મ્બરોને બચાવાયા

જેમાનો એક ક્રુમેમ્બર લાપતા બન્યો હતો, પરંતુ ગણતરીના કલાકોમાં હવાની દિશા પરથી એરક્રાફટની મદદ લઈને આ લાપતા ક્રુમેમ્બરને પણ ભારતીય તટરક્ષક દળના જવાનોને બચાવી લીધા હતા. આ સાથે પોતાના જીવ જોખમમાં મુકી જવાનો દ્વારા ક્રુમેમ્બરોને બચાવાઈ લેવાતા બાર્જના ક્રુમેમ્બરોએ ભારતીય તટરક્ષક દળના જવાનોનો આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details