ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના દરિયામાં સિંગાપોરની શીપમાં આગ લાગતા કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યૂ - Singapore

પોરબંદર: શહેરથી 40 નોટીકલ માઈલ દુર દરિયામાં એક સિંગાપોરની શીપમાં આગ લાગી હતી. શીપમાં આગ લાગતા કોસ્ટગાર્ડ દ્વારા આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આગ કાબુમાં આવી જતા શીપને મુન્દ્રા ખાતે લઇ જવામાં આવી હતી.

etv bharat

By

Published : Aug 11, 2019, 10:41 PM IST

કરાંચી થી નેવા શેવા ખાતે જઈ રહેલ સિંગાપોરની એમ.વી.એ.પી.એલ.લે.હાર્વે નામની એક શીપમાં રવિવારે સવારે અંદાજે 4 કન્ટેનરમાં આગ લાગી હતી. આગ લાગતા કોસ્ટગાર્ડની મદદ માંગવામાં આવી હતી. કોસ્ટગાર્ડના ICGS સંગ્રામ શીપ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

આ શીપમાં કુલ 26 ક્રુમેમ્બરમાંથી 13 મ્યાનમારના, 8 સિંગાપોર, 2 મલેશિયન, 2 ચાઇનીઝ છે. આગ બુઝાવવામાં આવતા તમામ ખલાસીઓ સલામત હોવાનું જાણવા મળ્યુ છે. આગના કારણે શીપમાં નુકસાન થયું છે. જો કે, આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આગ લાગેલી શીપને મુન્દ્રા બંદર ખાતે લઇ જવામાં આવી છે. જ્યાં બંદર વિભાગ અને તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details