ભારતીય માછીમારોની વાસ્તવિક સ્થિતિ અને સમસ્યાનું સમાધાન શું ? પોરબંદર :આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું છે. જેમાં પ્રથમ દિવસે જ સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતી માછીમારોને મુક્ત કરવાની માંગ રાખી છે. ત્યારે આ બાબતે માછીમાર આગેવાનોએે પણ પોતાનો મત રજૂ કરતા કહ્યું કે, બંને દેશમાં એક પણ માછીમાર કેદ રહેવો ન જોઈએ.
સંસદમાં ઉઠ્યો માછીમારોનો મુદ્દો : સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજ્યસભામાં અલગ અલગ ચાર માંગ રાખવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકાર ગુજરાતના માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી છોડવાનો પ્રયાસ કરે તથા પાક જેલમાં કેદ માછીમારોના પરિવાર તેમને પત્ર લખી શકે તે માટે ફરી પોસ્ટ સુવિધા શરૂ કરવા માંગ કરી છે. ઉપરાંત માછીમારોને ફિશિંગ બોટ માટે સબસીડી સાથે લોનની સુવિધા આપવામાં આવે તથા પાકિસ્તાન જેલમાં કેદ માછીમારના પરિવારને જીવનનિર્વાહ માટે સહાયની રકમ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
માછીમારોની ધરપકડના નિમય જાણી લો ! પોરબંદર માછીમાર સમાજના આગેવાન તથા ઇન્ડિયા પાકિસ્તાન ડેમોક્રેસી એન્ડ પીસ ફોરમના કારોબારી સભ્ય જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું કે, આજે શક્તિસિંહ ગોહિલ દ્વારા સંસદ સભામાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો જેમાં 153 જેટલા માછીમારો હાલ પાકિસ્તાનની જેલમાં કેદ છે. સરકારના નિયમ એવા છે કે જે માછીમારો પકડાય તેમની પાસે વિઝા ન હોવાનું કારણ દર્શાવી વિઝા વગર તેને પકડે છે. આથી તે લોકોને 90 દિવસની અંદર કોર્ટની અંદર પિટિશન દાખલ કરવાની હોય છે. આ ઉપરાંત 90 દિવસની સજા હોય છે આથી 180 દિવસમાં માછીમારોને છોડી દેવા જોઈએ.
માછીમારની મુક્તિ પછી બોટનું શું ?જીવનભાઈના જણાવ્યા અનુસાર વર્ષ 2021 થી લઈને અત્યાર સુધીમાં જેમાંથી ઘણા માછીમારો બે-ત્રણ વર્ષ સુધી જેલમાં છે. આથી તેઓને તાત્કાલિક છોડવા જોઈએ. ઉપરાંત ઘણા કિસ્સામાં માછીમારને જેલમાંથી મુક્ત કરવામાં આવે છે, પરંતુ તેમની બોટને પરત આપવામાં આવતી નથી. આ બાબતે પણ શક્તિસિંહ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. માછીમાર આગેવાને કહ્યું કે, યુપીએની સરકાર હતી તે સમયે અમે માછીમારોની 326 બોટ માટે મનમોહનસિંહને મળ્યા હતા. તેઓએ એક પેકેજ ડિકલેર કરીને 20 લાખ રૂપિયાની શોફટ લોનનું પેકેજ આપ્યું હતું.
સરકારી સહાયની માંગ : માછીમાર આગેવાન દ્વારા આ પેકેજ ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે બોટની કિંમત અત્યારે 50 લાખ જેવી થાય છે, એ સમયે 30 થી 35 લાખની બોર્ડ થતી હતી. એક પેકેજ ફરી ચાલુ થાય અને જે માછીમારોની બોટ પરત નથી આવતી તેઓને સરકાર પેકેજ આપે. તે સમયે 20 લાખની લોન હતી, તેમાં 11 લાખ રૂપિયા લોનના હતા તથા 6 લાખની સબસીડી હતી. બાકીના પૈસા બોટના માલિકે ભરવાના હતા. આ પેકેટ ચાલુ થાય તો અનેક માછીમારોને રાહત મળે તેમ છે.
બોટ માલિકોની સમસ્યા : જીવનભાઈએ વધુમાં કહ્યું કે, માછીમારોને દર મહિને સરકાર તરફથી 9000 રૂપિયા મળે છે. પરંતુ બોટના માલિકને કંઈ મળતું નથી. આ બાબતે ભારત સરકારે નોંધ લેવી જોઈએ. આ ઉપરાંત જીપીએસ સિસ્ટમની વાત કરીએ તો દરિયામાં કરંટના કારણે જીપીએસ હોવા છતાં દરિયાના કરંટમાં માછીમારોની બોટ ખેંચાઈ જાય અને તેઓ બીજા દેશમાં ચાલ્યા જાય છે.
ઝીરો-ઝીરો સિસ્ટમ જ સમાધાન :અત્યાર સુધીમાં ભારતના 480 માછીમારોને પાકિસ્તાન દ્વારા છોડવામાં આવ્યા છે. એવી જ રીતે પાકિસ્તાનના માછીમારો પણ ભારતની જેલમાં છે. તેમાંથી એકને પણ ભારત સરકારે છોડ્યા નથી. જો બંને દેશનો રાજકીય માહોલ સારો ન હોય તો સરકારે સારો કરવો પડે, બંને દેશમાં જીરો જીરો સિસ્ટમ કરવી પડે. ભારતમાં રહેલા 82 પાકિસ્તાની માછીમારોને પણ છોડવા પડે અને પાકિસ્તાનમાં જે ભારતના માછીમારો છે તેઓને પણ છોડી દે તો માછીમારો માટે સાચી દિવાળી કહેવાશે.
- સંસદનું શિયાળું સત્રઃ પાક જેલમાં કેદ ગુજરાતી માછીમારો માટે શક્તિસિંહ ગોહિલની 4 મુખ્ય માંગ
- સંસદનું શિયાળું સત્ર 2023: PM મોદીએ કહ્યું, સરકાર વિરોધી કોઈ લહેર નહીં, વિપક્ષ પાસે એક સુવર્ણ અવસર