ગુજરાત

gujarat

ETV Bharat / state

વર્ષ 2019માં લાપતા થયેલી બે યુવતીઓને શોધવામાં રાણાવાવ પોલીસને મળી સફળતા - રાણાવાવ પોલીસ

પોરબંદર જિલ્લામાં ગુમ થનારી વ્યક્તિઓને શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની દ્વારા એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવ્યું હતું. જે અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ સઘન તપાસમાં લાગ્યો હતો. જેમાં એક યુવતીને આંધ્રપ્રદેશ અને બીજી યુવતીને સુરતથી પોલીસે શોધી કાઢી હતી.

2019ના વર્ષમાં ગુમ થનારી બે યુવતિઓને શોધી કાઢતી રાણાવાવ પોલીસ
2019ના વર્ષમાં ગુમ થનારી બે યુવતિઓને શોધી કાઢતી રાણાવાવ પોલીસ

By

Published : Nov 11, 2020, 12:54 PM IST

  • રાણાવાવ પોલીસે વર્ષ 2019માં ગુમ થયેલી બે યુવતીઓને શોધી કાઢી
  • બન્ને યુવતીના પરિવારજનોએ પોરબંદર જિલ્લા પોલીસનો હૃદયપુર્વક આભાર માન્યો
  • આંધ્ર પ્રદેશના “વેદાયપલેમ” પોલીસ સ્ટેશનના પોલીસની લેવાઈ હતી મદદ

પોરબંદરઃ જિલ્લામાં લાપતા થનારી વ્યક્તિઓને શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની દ્વારા એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવ્યું હતું. જે અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ સઘન તપાસમાં લાગ્યો હતો. જેમાં એક યુવતીને આંધ્રપ્રદેશ અને બીજી યુવતીને સુરતથી પોલીસે શોધી કાઢી હતી. પરિવારજનોએ પોલિસનો આભાર માન્યો હતો.

2019ના વર્ષમાં ગુમ થનારી બે યુવતિઓને શોધી કાઢતી રાણાવાવ પોલીસ
રાણાવાવની યુવતીને પોલીસે આંધ્રપ્રદેશથી શોધી કાઢી2019ના સપ્ટેમ્બર માસમાં રાણાવાવ હરીઓમ સોસાયટીમાં રહેતી એક યુવતી ઘરેથી કોઇને કહ્યા વિના જતી રહી હોવાની જાહેરાત બાબતે સઘન તપાસ કરતા આ યુવતી પ્રેમ સંબંધના કારણે એક યુવક સાથે આંધ્રપ્રદેશના નેલુર સીટી ખાતે જતી રહી હતી. રાણાવાવ પોલીસ સ્ટાફના પો.સબ ઇન્સ. બી.એસ.ઝાલા તથા હેડ કોન્સ. ડી.ડી.વાઢીયા તથા પો.કોન્સ. હેમાન્શુભાઇ વાલાભાઇ તથા વિક્રમભાઇ અરજણભાઇ વગેરે સ્ટાફ દ્વારા આંધ્રપ્રદેશના “વેદાયપલેમ” પોલીસ સ્ટેશનના પોલીસની મદદથી તેણીને સહીસલામત શોધી કાઢી હતી.

અન્ય એક યુવતી સુરત સીટીથી શોધી કાઢતી પોલીસ

2019ના ડીસેમ્બર માસમાં આદિત્યાણા પટેલ સમાજ પાસે રહેતી એક યુવતી ઘરેથી કોઇને કહ્યા વિના જતી રહી હોવાની જાહેરાત બાબતે રાણાવાવ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. બી.એસ.ઝાલા તથા એ.એસ.આઇ. એમ.ડી.મકવાણા તથા હેડ કોન્સ.આર.બી.ડાંગર તથા પો.કોન્સ. અશોકભાઇ ચુડાસમા વગેરે સ્ટાફ દ્વારા સઘન તપાસ કરતા આ પણ યુવતી પ્રેમ સંબંધના કારણે એક યુવક સાથે સુરત સીટી ખાતે જતી રહી હતી. રાણાવાવ પોલીસ સ્ટાફ દ્વારા સુરત શહેરના “ઉધના” પોલીસ સ્ટેશનના પોલીસની મદદથી તેણીને સહીસલામત શોધી કાઢતા બન્નેના પરિવારજનો દ્વારા પોરબંદર જિલ્લા પોલીસનો હૃદયપુર્વક આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details