પોરબંદરના કાર્યપાલક ઇજનેર પટેલના જણાવ્યાં મુજબ ભારે પવનમાં વૃક્ષો તૂટી પડે તો તાત્કાલિક હટાવવા તાલુકા વાઈઝ ટીમોની રચના કરવામાં આવી છે. હાલ પોરબંદર જિલ્લાનાં માર્ગ-મકાન તેમજ પંચાયત વિભાગના તમામ રસ્તાઓ શરૂ કરાયા છે.
'વાયુ' વાવાઝોડા સંદર્ભે પોરબંદર જિલ્લામાં 40 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સ્થળાંતરીત લોકોને સેનીટેશન તથા આરોગ્ય વિષયક સુવિધાઓ આપવામાં આવી રહી છે.
પોરબંદરઃ પંથકમાં ધરાશાયી થયેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ - people
પોરબંદરઃ 'વાયુ' વાવાઝોડામાં ભારે પવનથી પોરબંદર–માધવપુર નેશનલ હાઇવે પર વૃક્ષો તૂટી પડતા તેને તાત્કાલિક દુર કરવામાં આવ્યા છે. એ જ રીતે પોરબંદર અડવાણા રોડ ઉપર કેટલાક વૃક્ષો ધરાશાયી થતાં વન વિભાગ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ દ્રારા જે.સી.બી સહિત સાધનો ઉપયોગમાં લઇ રસ્તાઓ ચાલુ કરાવવામાં આવ્યા હતા.
porbandar
જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્રારા મેડીકલ ઓફીસર સાથે કુલ 49 ટીમ આશ્રયસ્થાનો ખાતે ઉપલબ્ધ રાખી આરોગ્ય વિષયક સેવાઓ આપવામાં આવી હતી. એમ.ઇ.એમ શાળા પોરબંદર ખાતે સેવારત ડો. હિતેષ રંગાળીયાએ કહ્યું કે, લોકોને શરદી-ઉધરસ જેવી સામાન્ય તકલીફો છે. તેમને દવા અને સારવાર આપવામાં આવી રહી છે.