ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં NDRF ની ટીમે 3500 લોકોનું કરાયું સ્થળાંતરણ - PBR

પોરબંદર: પૃથ્વી પર અનેક આફતો આવતી હોય છે જેમાં કુદરતી આફતો હોય છે અને કૃત્રિમ આફતો પણ હોય છે પરંતુ આફતોને સામનો કરવા માટે લોકોએ અનેક રસ્તાઓ શોધ્યા છે. જેમાં સરકાર દ્વારા જે એક ટીમ બનાવવામાં આવી છે તેનું નામ છે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમ...હાલ પોરબંદરમાં આવેલ વાયુ વાવાઝોડાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કુલ 6 ટીમને પોરબંદર જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. જેમાંથી અન્ય ગામડાઓમાં પણ અલગ-અલગ ગામડાઓમાં અલગ અલગ ટીમને રાખવામાં આવી છે. પોરબંદર નજીકના અનેક ગામડાઓમાંથી આશરે 3500 થી વધારે લોકોને નીચાણવાળા એરિયામાંથી લઈને સુરક્ષીત સ્થાનો પર ખસેડવામાંની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

પોરબંદર

By

Published : Jun 13, 2019, 6:22 PM IST

ત્યારે પોરબંદરમાં વાવાઝોડાનો જે ભય લોકોમાં રહેલો હતો તેમાં નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને માધવપુર ઘેડ અને તેના વડા એવા અનેક ગામ છે જે દરિયાકિનારા પાસે આવેલા છે. તેમાંથી બચાવ કામગીરીના પગલે ઈન્ડિયાની ટીમ જે છે એ અહીં પહોંચી ચૂકી હતી અને અનેક લોકોને આશ્રય સ્થાન પર ખસેડવામાં આવ્યા હતા. જેમાં ટીમના જવાનોને સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવે તેમજ સ્વિમિંગ સહિત અનેક મુશ્કેલીઓનો સામનો કરવાની ટ્રેનિંગ જવાનોને આપવામાં આવતી હોય છે. તેઓનું મુખ્ય સેન્ટર વડોદરાથી આ તમામ ટીમ પોરબંદર આવી ચૂકી છે અને ગઈકાલની પોરબંદરની ચોપાટી પર તૈનાત છે.

પોરબંદરમાં NDRF ની ટીમે 3500 થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં ભજવી મહત્વની ભૂમિકા

ABOUT THE AUTHOR

...view details