ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના બગવદર-ખાંભોદર રોડ પરથી ટેન્કર 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું - PBR

પોરબંદરઃ જિલ્લાના બગવદર-ખભોદર રોડ પર નબળી અને જર્જરિત રેલિંગના કારણે શુક્રવારના રોજ સવારના સમયે એક ટેન્કર 30 ફૂટ ઊંડા ખાડામાં પડ્યું હતું. જેમાં સવાર ટેન્કર ચાલકને ઇજા પહોંચી હતી. જો કે, લોકોને જાણ થતા ટેન્કર ચાલકને તાત્કાલિક પોરબંદર હોસ્પિટલમાં ખસેડાયો હતો.

વીડિયો

By

Published : May 4, 2019, 10:23 AM IST

પ્રાપ્ત વિગતો અનુસાર, પોરબંદરના બગવદર-ખભોદર રોડ પર ટેન્કર નંબર GJ 32T 9500 શુક્રવારે સવારે નબળી રેલિંગના કારણે 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું હતું. જો કે, ટેન્કર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. આ આગાઉ પણ આ રસ્તા પર જર્જરિત રેલિંગના કારણે આવા અનેક બનાવ બન્યા હોય જેની અનેક રજુઆત લોકોએ કર્યા છતાં તંત્ર ઘોર નિંદ્રામા હોય તેવું સ્પષ્ટ પણે જણાઈ રહ્યું છે.

પોરબંદરના બગવદર-ખાંભોદર રોડ પરથી ટેન્કર 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું

ABOUT THE AUTHOR

...view details