પોરબંદરમાં રિવર ફ્રન્ટ સમિતિની બેઠક યોજાઇ - meeting
પોરબંદરઃ “રીવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ એટ કર્લી રીવર” કર્લી નદીને કાઠે પોરબંદર અને છાંયા નગરપાલિકા પરિયોજના કાર્યરત છે. આ પરિયોજના પ્રોજેક્ટ અન્વયે થયેલ કામગીરીની પ્રતગિની સમીક્ષા, રીવરફ્રન્ટની સાચવણી અને નિભાવણી કરવા સહિતની બાબતે કલેકટર મુકેશ પંડયાના અધ્યક્ષસ્થાને રીવરફ્રન્ટ સમિતિની બેઠક યોજાઇ હતી.
વ
“રીવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ એટ કર્લી રીવર” કર્લી નદીને કાઠે પોરબંદર અને છાંયા નગરપાલિકાના નેજા હેઠળ ચાલે છે.
આ બેઠકમાં પોરબંદરનાં ધારાસભ્ય બાબુભાઇ બોખરીયા, જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા, પ્રાંત અધિકારી કે.વી.બાટી, નગરપાલિકાનાં પ્રમુખ અશોકભાઇ ભદ્રેચા, પોરબંદર નગરપાલીકા ચીફ ઓફીસરઆર.જે.હુદડ સહિતનાં સંબંધિત અધિકારીઓ જિલ્લા સેવા સદન-૧ સભાખંડમાં યોજાયેલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.