ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર પંથકમાં ખેડૂતોએ કરી વાવણીની શરૂઆત, સારો પાક ઉતરવાની આશા - health

પોરબંદરઃ વરસાદ આવે ત્યારે ખેડૂતોમાં ખુશીની લહેર આવી જાય છે. પોરબંદર પંથકમાં મેઘનુ આગમન થઈ ચુકયૂં છે. ઘરતી પુત્રોએ બળદને અબીલ ગુલાલના રંગથી રંગીને પોતે ખંભે દાણાનું વાવણિયું નાખી અને દરેક ખેડૂત પોતાના ખેતરે એક વાવણી રૂપી અવસર ઉજવશે. વાવણિયુ પહેલા ગણપતિ દાદાને ઘીના લાડુનો ભોગ ધરશે અને અઢળક અન્ન ઉગાડવા માટે મેહનતથી રંગાઈ જશે.

porbandar

By

Published : Jun 17, 2019, 8:40 PM IST

પોરબંદર પંથકમાં મેઘ રાજાનું આગમન થઇ ચૂક્યું છે. ત્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, પોરબંદરના ખેડૂત અને આરોગ્ય યુનિયનના પ્રમુખ કેશુભાઈ એ જણાવ્યું હતું કે દરેક ધરતી પુત્ર પોતાના બળદને કંકુનો ચાંદલો કરી, મગનો સાથિયો કરી, ગરવા ગણપતિ દાદાને ઘીના લાડુનો ભોગ ધરીને, દતાર જોડી પોતાના બળદને અબીલ ગુલાલના રંગથી રંગીને પોતે ખંભે દાણાનું વાવણિયું નાખી, આ વિશ્વના માનવીના પેટનો ખાડો પૂર્વો, પરામેશ્વરને પ્રાથૅના કરતા કરતા મુઠી ભરી અન્નના દાણા ઓરણીમા ઓરીને, અઢળક અન્ન ઉગાડવા માટે મેહનતથી રંગાઈ જશે અને દરેક ખેડૂત પોતાના ખેતરે એક વાવણી રૂપી અવસર ઉજવશે.

પોરબંદર પંથકમાં ખેડૂતો એ કરી વાવણી ની શરૂઆત

આજે હું ને તમે ઈશ્વરને મનથી પ્રાર્થના કરીએ, કે આ અન્નદાતાએ મુઠી ભરીને વાવેલા દાણામાંથી અનેક દાણા આપજો અને આ વિશ્વના માનવીની ભૂખ રૂપી આગ ઠારજો.

ABOUT THE AUTHOR

...view details