પોરબંદરમાં 1983માં આવેલા પૂરે મોટું હોનારત સર્જી હતી. પોરબંદરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ પાણી એટલી હદે પુર આવ્યા હતા કે છ દિવસ સુધી લોકો અસર હેઠળ રહ્યા હતા. લોકોએ માત્ર અગાસીમાં રહીને જ દિવસો કાઢ્યા હતા. તે સમયે ઇન્ટરનેટ જેવી સુવિધા પણ ન હોવાથી આગાહી અંગે કોઈ જાણકારી પણ લોકોને ન હતી અને વિવિધ સમાજના લોકો તથા સામાજિક આગેવાનો દ્વારા તથા ખાસ કરીને ખારવા સમાજના લોકો દ્વારા શહેરમાં નાની હોળી દ્વારા લોકોને ફુડ પેકેટ આપવામાં આવતા હતા.
આ ઉપરાંત રાશન અને શાકભાજી પણ લોકોને આપવામાં આવતા હતા. તે સમયે પસાર થયેલ લોકોમાંથી અનેક લોકો આજે પણ એ ભયાનક દિવસોને યાદ કરી દુઃખ અનુભવે છે. પરંતુ હાલની પરિસ્થિતિ જોઈએ તો સરકાર દ્વારા અનેક સાધન સરંજામ અને ઇન્ટરનેટની સુવિધા હોવાથી લોકો ઘેર બેઠા વાવાઝોડું ક્યાં સુધી પહોંચ્યું છે. તેની માહિતી મેળવી શકે છે.