ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વ મેલેરીયા દિવસ નિમિત્તે પોરબંદરમાં મેલેરીયા નાબુદી જનજાગૃતિ રેલી યોજાઈ - world malaria day

પોરબંદરઃ 25 એપ્રિલના વિશ્વ મેલેરીયા દિવસ છે. જેથી વિશ્વ મેલેરીયા દિવસ નિમિતે પોરબંદર ખાતે આરોગ્ય વિભાગે મેલેરીયા નાબુદી તેમજ જનજાગૃતિ રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 25, 2019, 11:40 PM IST

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા યોજાનાર રેલીનો જિલ્લા પંચાયત કચેરી પોરબંદરથી તા.25 એપ્રિલના સવારે 9 કલાકે જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ રેલીમાં આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કર સહભાગી થયા હતા. રેલી જિલ્લા પંચાયત, ખાદી બજાર, એમ.જી.રોડ, ફુવારા થઇ જિલ્લા પંચાયત પહોંચી હતી ત્યાર બાદ મેલેરીયા ફ્રિ ગુજરાત વિષયે વર્કશોપ યોજાયો હતો.

મેલેરીયા નાબુદી જનજાગૃતિ રેલી યોજાઈ

ABOUT THE AUTHOR

...view details