ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના આ નેતાની નોટબુકમાં વિધાનસભા ટિકીટને લઇ શું છે શક્યતા જૂઓ - વિધાનસભા ટિકીટ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માટે પોરબંદરમાં સંભવિત ટિકીટ દાવેદારોની ( Potential ticket contenders in Porbandar ) વાત કરીએ તો ભાજપના ( BJP ) ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા ( Babubhai Bokhiria )નું સામાજિક પીઠબળ અને આગેવાન તરીકેના કાર્યોને લઇને આગવું મહત્ત્વ છે. આ નેતાની નોટબુકમાં ( Leaders Profile ) શું છે તે વિશે જૂઓ અમારો વિશેષ અહેવાલ.

પોરબંદરના આ નેતાની નોટબુકમાં વિધાનસભા ટિકીટને લઇ શું છે શક્યતા જૂઓ
પોરબંદરના આ નેતાની નોટબુકમાં વિધાનસભા ટિકીટને લઇ શું છે શક્યતા જૂઓ

By

Published : Oct 28, 2022, 5:53 PM IST

પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાની નેતા તરીકેની નોટબુક ( Leaders Profile ) ખોલીએ તો તેમના પ્રારંભિક પરિચયને જોઇ લઇએ. બાબુભાઇ બોખીરીયા ( Babubhai Bokhiria )નો જન્મ 12 મી માર્ચ 1953 માં થયો હતો. તેમણે એમ ડી સાયન્સ કોલેજ પોરબંગર 1974માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બીએસસી કેમિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કરેલું છે. તેમના પત્નીનું નામ જ્યોતિબેન છે અને સંતાનોમાં બે દીકરા આકાશ અને પૃથ્વી છે. બાબુભાઈના પિતાનું નામ ભીમાભાઈ જોધાભાઇ બોખિરીયા માતાનું નામ વજીબહેન ભીમાભાઈ બોખીરિયા છે. તેઓ વ્યવસાયે ખેડૂત અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર છે. તેઓએ બીએસસી રસાયણશાસ્ત્ર સુધીનો અભ્યાસ કર્યો છે. વાંચન, પ્રવાસ અને રમતગમતનો શોખ ધરાવતા બાબુભાઇ બોખીરીયા સામાજિક કાર્યોમાં પણ સક્રિય દેખાય છે.

બાબુભાઇ બોખીરીયાનો રાજકારણમાં પ્રવેશ બાબુભાઇ બોખીરીયા ( Babubhai Bokhiria )એ પોરબંદર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ( BJP ) તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. પોરબંદર બેઠક પરથી ધારાસભ્ય ( Porbandar MLA Babubhai Bokhiria ) તરીકે નવમી વિધાનસભા 1995માં તેઓ મહત્ત્વનો મુકામ હાંસલ કર્યો.

બાબુભાઇ બોખીરીયાની રાજકીય કારકિર્દીના સીમાચિહ્ન બાબુભાઈ બોખીરીયા ( Babubhai Bokhiria )10મી વિધાનસભામાં 13 માર્ચથી રાજ્યકક્ષાના મત્સ્ય ઉદ્યોગપ્રધાન બન્યાં હતાં. (સ્વતંત્ર હવાલો ) બાદમાં અન્ન અને નાગરિક પુરવઠા ,પોલીસ આવસમંત્રી તરીકેનો વધારાનો હવાલો, 2001થી કેબિનેટ કક્ષાના જળસંપત્તિપ્રધાન ધારાસભ્ય કેબિનેટ કક્ષાના પાણી પુરવઠો જળ સંપત્તિ,કૃષિ સહકાર પશુપાલન ,મત્સ્યોદ્યોગ ,ગૌસંવર્ધનમંત્રી ,કેબિનેટ કક્ષાના પાણી પુરવઠો ,પશુપાલન ,મત્સ્યોદ્યોગ ,ગૌસંવર્ધન ,નાગરિક ઉડ્ડયન અને મીઠા ઉદ્યોગપ્રધાન, 2017થી રાજ્યની જાહેર સાહસોની સમિતિના અધ્યક્ષ અંદાજ સમિતિના અધ્યક્ષ રહી ચુક્યા છે.

બાબુભાઇ બોખીરીયાના સામાજિક કાર્યોં બાબુભાઈ બોખીરીયા ( Babubhai Bokhiria )રાજકારણી હોવા સાથે સાથે તેઓ અને સેવાકીય કાર્યો પણ કરે છે. જેમાં કોરોનાકાળ દરમિયાન અનેક દર્દીઓ માટે પ્રાથમિક સુવિધા અપાવી જરૂરિયાતમંદ પરિવારોને ભોજન અને રાશન સહાય આપી હતી. તેઓ બોખીરા મેેરસમાજના ટ્રસ્ટી તથા પંચેશ્વર મહાદેવ એજ્યુકેશન ટ્રસ્ટ મિયાણીના પ્રમુખ છે.

પોરબંદર બેઠક પર કોઇપણ ઉમેદવારને સમાજનું પીઠબળ જોઇએ જ

બાબુભાઇ બોખીરીયા શા માટે લોકપ્રિય છેપોરબંદરમાં 500 કરોડના ખર્ચે બનનાર મેડિકલ કોલેજની ભેટ. પોરબંદર છાયા ભૂગર્ભ ગટર છાયા પાણી પુરવઠા યોજના ગ્રામ્ય વિસ્તારમાં ઉંચી ટાંકીઓ બનાવવાની કામગીરી કરી. પોરબંદર જિલ્લામાં નર્મદાના નીર લાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા હતાં. માછીમારો માટે ડિઝલ કેરોસીનની સબસીડી સહાય બોટનું આધુનિકરણ અને અદ્યતન કરવા માટેની સહાય પોરબંદર શહેરમાં મુખ્ય રસ્તાઓ સહિત જુદા જુદા વોર્ડમાં સીસી રોડ ડામર રોડ પેવર બ્લોક ,બાગ બગીચાઓ સ્ટોર્મ વોટર ડ્રેઇન સ્ટ્રીટ લાઈટો વગેરે કાર્યો કર્યાં છે. 43 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનો સૌથી પહેલો અસ્માવતી રિવરફ્રન્ટ પોરબંદરને ફાળવાયો છે. આયુષ્માન કાર્ડ ઇ શ્રમ કાર્ડ માટે 121 કેમ્પના આયોજન તેમણે ( Babubhai Bokhiria )કર્યા છે.

બાબુભાઈ બોખીરીયાનું મહત્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાનું પોરબંદરમાં રાજકીય સ્તરે વધુ મહત્વ છે. વર્ષોથી રાજનીતિમાં સક્ષમ ગણાતા બાબુભાઇને પણ આવનાર ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )ના પ્રબળ દાવેદાર ( Potential ticket contenders in Porbandar)માનવામાં આવી રહ્યા છે. તેમના સમાજના તેઓ પ્રથમ નંબરના નેતા છે. તેઓેને સમાજનું મોટું પીઠબળ છે.

બાબુભાઈ બોખીરીયાને ટિકીટ મળવાની શક્યતા કેવીગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માટે પોરબંદર વિધાનસભા બેઠકમાં ભાજપમાં ( BJP ) ખારવા સમાજ દ્વારા ટિકિટની માંગણી કરાઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ખારવા સમાજના એક આગેવાનને ટિકિટ આપી દેતા મોટી રાજનીતિ રમી છે. ત્યારે કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા કોંગ્રેસમાંથી લડશે તેવી સંભાવના છે. આ ઉપરાંત 4 વખત ધારાસભ્યપદે રહેલ બાબુભાઈ બોખીરીયા ( Babubhai Bokhiria ) પ્રબળ દાવેદાર ( Potential ticket contenders in Porbandar) છે. પરંતુ ભાજપ નો રિપીટ થીયરી અપનાવે તો સૂત્રોના જણાવ્યા અનુસાર ટિકિટ મળવાની શક્યતા ઓછી જણાય છે.

ABOUT THE AUTHOR

...view details