પોરબંદરઃ શહેરના મહાત્માગાંધી રોડ પર યુવક કોંગ્રેસના પ્રમુખ સહિતના કાર્યકરોએ મશાલ રેલી યોજી સરકાર વિરૂદ્ધ સૂત્રો ચાર કર્યા હતા અને મશાલ રેલી સત્યનારાયણ મંદિરથી કમલાબાગ સુધી પહોંચે તે પહેલા યુવક કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ પરમાર સહિત 20 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
પોરબંદર યુવક કોંગ્રેસે મશાલ રેલી યોજી ખેડૂત બિલનો કર્યો વિરોધ, કાર્યકરોની પોલીસે કરી અટકાયત
દેશભરમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ખેડૂતો 2020નો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ગુરૂવારના રોજ પોરબંદર યુવક કોંગ્રેસ દ્વારા પણ મહાત્મા ગાંધી રોડ પર મશાલ રેલી યોજી આ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો
પોરબંદર યુવક કોંગ્રેસે મશાલ રેલી યોજી ખેડૂત બિલનો કર્યો વિરોધ, કાર્યકરોની પોલીસે કરી અટકાયત
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા માત્ર જાહેરાતો જ કરવામાં આવે છે અને તેમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવે છે તેનું રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવતું નથી. કોંગ્રેસ પક્ષ કોઇપણ વ્યકિતને જમીન સુધારણા બિલ માટે ભ્રમિત કરી રહ્યો નથી.