- કોરોના વેક્સિન બાદ પોરબંદરવાસીઓ માટે વધુ એક રાહતના સમાચાર
- લોકડાઉન દરમ્યાન 25 માર્ચથી બંધ કરવામાં આવી હતી ફ્લાઈટ
- પ્રથમ દિવસે 34 પેસેન્જર સાથે ફ્લાઈટ પોરબંદરના એરપોર્ટ પર આવી
પોરબંદર: કોરોના મહામારીને કારણે છેલ્લા આઠેક મહિનાથી પોરબંદર-મુંબઈ વચ્ચેની હવાઈ સેવાઓ બંધ હતી. જોકે, પરિસ્થિતિ સુધરતા 17 જાન્યુઆરીથી ફરી વખત પોરબંદર-મુંબઈની ફલાઇટ શરૂ થઈ છે. જેના કારણે સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
કોરોના મહામારીને પગલે બંધ કરાયેલી પોરબંદર-મુંબઈ ફલાઇટ પુન:શરૂ
કોરોના મહામારીને કારણે છેલ્લા 8 મહિના બંધ રહેલી પોરબંદર-મુંબઈની ફલાઇટ પુન: શરૂ થયાનાં પ્રથમ દિવસે મુંબઈથી ઉડાન ભરીને આવેલી ફ્લાઈટમાં કુલ 34 પેસેન્જર પોરબંદર આવ્યા હતા. જ્યારે પોરબંદરનાં એરપોર્ટ પરથી 33 પેસેન્જરો સાથે ફ્લાઈટ પરત મુંબઈ જવા રવાના થઇ હતી.
અનેક વેપારીઓ પ્રવાસીઓને થશે ફાયદો
પોરબંદરમાં કોરોના વેક્સિન આવ્યા બાદ વધુ એક રાહતના સમાચાર આવ્યા છે. પોરબંદરથી મુંબઈની ફ્લાઈટ ફરીથી શરૂ થતા પોરબંદરનાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. 25 માર્ચથી 17 જાન્યુઆરી 2021 સુધી ખોરવાયેલી આ સેવાનો આરંભ થતા અનેક વેપારીઓ પ્રવાસીઓને ફાયદો થશે. પ્રથમ દિવસે મુંબઈથી ઉડાન ભરીને આવેલી ફ્લાઈટમાં કુલ 34 પેસેન્જર પોરબંદરનાં એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને પોરબંદરનાં એરપોર્ટ પરથી 33 પેસેન્જરો સાથે ફ્લાઈટ પરત મુંબઈ જવા રવાના થઇ હતી. લોકડાઉનના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. કોરોના મહામારી દરમ્યાન પોરબંદર-મુંબઈ વચ્ચેની વિમાની સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે અનેક લોકોને મુશ્કેલી પડી રહી હતી. હવે, જ્યારે 17 જાન્યુઆરીથી ફરી વખત પોરબંદર-મુંબઈની ફલાઇટ શરૂ થઈ છે. જેથી લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.