ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરની જનતાએ કોરોનાને માત આપવા લીધા ત્રણ સંકલ્પ - કોરોના વાઇરસ ગુજરાતમાં

ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિતે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી દ્રારા અનુરોધ કરવામાં આવ્યો હતો કે, દરેક ગુજરાતી ત્રણ સંકલ્પ કરે. જેમા હું માસ્ક પહેર્યા વગર બહાર નહીં નીકળું, હું સોશિયલ ડિસ્ટન્સીંગ રાખીશ અને દો ગજ દુરીની વાત ભૂલીશ નહી. હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઇશ અને સેનેટાઇઝ કરીશ. આમ મુખ્યપ્રધાન દ્વારા કરાયેલી અપીલને માન આપીને તથા ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિતે પોરબંદર જિલ્લાની જનતાએ તથા સરકારી અધિકારીઓ, કર્મચારીઓએ પણ ત્રણેય સંકલ્પો લીધા હતા.

etv bharat
પોરબંદર: જનતાએ કોરોનાને માત આપવા લીધા ત્રણ સંકલ્પ

By

Published : May 1, 2020, 7:14 PM IST

પોરબંદર: કલેક્ટર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ સહિત જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ, પોરબંદર, રાણાવાવ, કુતિયાણાની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મયોગીઓ તથા લોકોએ પણ ઘરે રહીને મુખ્યપ્રધાનની અપીલને માન આપીને ત્રણ સંકલ્પ લઇ કોરોના સામે તકેદારી રાખવા હકારાત્મક અભીગમ કેળવ્યો હતો.

જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ જિલ્લાવાસીઓને ગરવી ગુજરાતના સ્થાપના દિનની શુભેચ્છા પાઠવી કોરોના મહામારીની સાકળને તોડવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ ઘરમાં રહો સુરક્ષીત રહો તથા દરેક વ્યક્તિ સંકલ્પ લે કે, હું માસ્ક પહેર્યા વગર બહાર નહીં નીકળું, હું સોશિયલ ડિસ્ટનસીંગ રાખીશ અને દો ગજ દુરીની વાત ભુલીશ નહી, હું દિવસમાં વારંવાર સબુથી હાથ ધોઇશ અને સેનેટાઇઝ કરવા અનુરોધ કર્યો હતો.

પોરબંદર જિલ્લાના લોકોએ, યુવાનોએ, નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ, પદાધિકારીઓ સામાજિક આગેવાનો એ પણ ગુજરાતને કોરોના મુક્ત કરવા માટે વ્યક્તિગત તકેદારીના આ ત્રણ સંકલ્પ લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details