- પોરબંદરમાં ગેસ એજન્સી પર કેસ
- ગેસ લિકેજના કારણે આગમાં એક મહિલાનુ મૃત્યુ થતા કરવામાં આવ્યો કેસ
- કોર્ટે આપ્યો ગેસ એજન્સીના પક્ષમાં ચુકાદો
પોરબંદર: જિલ્લામાં એક ઘરમાં રાંધણ ગેસ સિલિન્ડરના કારણે આગ લાગી હતી અને જેમાં પરિવારના એક સભ્યનું મૃત્યું થયું હતું આથી પરિવારજનોએ ગેસ એજન્સી પર વળતર માટે કોર્ટ કેસ કર્યો હતો. જેમાં વકીલની દલીલ બાદ રાંધણગેસ સિલિન્ડરમાં આગના કારણે મૃત્યુ થાય તો ગેસ એજન્સી જવાબદાર ન ગણી ન શકાય તેવો ચુકાદો કોર્ટે આપ્યો હતો.
ગેસ લીક થવાને કારણે આગ
પોરબંદર માં રહેતા પરબતભાઈ ભીમાભાઈ ખુંટી દ્વારા પોરબંદરની કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો કે, તા.8/4/2013 નારોજ તેના ઘરમાં રાંધણ ગેસના સિલિન્ડરમાં લીકેજ થવાના કારણે આગ લાગેલી હતી. આ આગમાં દેવીબેન ૫૨બતભાઈ ખુંટીનું અવસાન થયું હતું તેમજ ઘરમાં પણ નુક્સાન પણ થયું હતું. 8.50 લાખ વળતરની માગ સાથે તેમણે પોરબંદરની કોર્ટમાં આઝાદ ગેસ એજન્સી તથા તેના માલીક સામે દાવો કર્યો હતો. તે અનુસંધાને આઝાદ ગેસ એજન્સી વતી પોરબંદરનાં એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા જવાબ આપી જણાવામાં આવ્યું હતું કે, ધરેલુ વપરાશના ગેસ સીલીન્ડરમાં કોઈ લીકેઝ થાય તો તે માટે ગેસ એજન્સીને જવાબદાર ગણી શકાય નહીં.