ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર-શાલીમાર પાર્સલ વિશેષ ટ્રેન 30 માર્ચ, 2021 સુધી વિસ્તૃત કરાઇ - Porbandar news

પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા પોરબંદર-શાલીમાર પાર્સલ વિશેષ ટ્રેન 30 માર્ચ, 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. જેનો લાભ પોરબંદર સહિત સમગ્ર રાજ્યને મળશે.

Porbandar
Porbandar

By

Published : Dec 30, 2020, 9:55 PM IST

  • પશ્ચિમ રેલવે સતત પાર્સલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની પ્રક્રિયામાં
  • પાર્સલ સ્પેશિયલ ટ્રેનને પશ્ચિમ રેલવે દ્વારા 31 ડિસેમ્બર, 2020થી 30 માર્ચ 2021 સુધી લંબાવાઈ
  • પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા લેવાયો નિર્ણય

પોરબંદર : કોરોના વાઇરસ રોગચાળાને પગલે, નિર્ધારિત સમયપત્રક મુજબ, પશ્ચિમ રેલવે સતત પાર્સલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની પ્રક્રિયામાં છે, જેના દ્વારા દેશમાં મોટાભાગની આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે તબીબી સાધનો, દવાઓ, અનાજ વગેરે પરિવહન કરવાની જવાબદારી લેવામાં આવે છે.

પોરબંદર-શાલીમાર વચ્ચેની 77 સેવાઓ માટે પાર્સલ સ્પેશિયલ ટ્રેન

બધી ટ્રેનો સારી રીતે ચલાવવામાં આવી રહી છે તે જ પ્રમાણે, પોરબંદર-શાલીમાર વચ્ચેની 77 સેવાઓ માટે પાર્સલ સ્પેશિયલ ટ્રેનને પશ્ચિમ રેલવે દ્વારા 31 ડિસેમ્બર, 2020થી 30 માર્ચ, 2021 સુધી લંબાવાઈ છે. આ ટ્રેન નિર્ધારિત સમય મુજબ ચાલશે.

આ પાર્સલ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: -

પોરબંદર - શાલીમાર પાર્સલ વિશેષ ટ્રેન (77 ટ્રિપ્સ)

  • ટ્રેન નંબર 00913 પોરબંદર - શાલીમાર પાર્સલ વિશેષ ટ્રેન ઉપરોક્ત સમયગાળામાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે 06.00 કલાકે પોરબંદરથી ઉપડશે અને ત્રીજા દિવસે 06.30 કલાકે શાલીમાર પહોંચશે.
  • આવી જ રીતે ટ્રેન નંબર 00914 શાલીમાર - પોરબંદર પાર્સલ સ્પેશિયલ ટ્રેન ગુરુવાર શનિવાર અને સોમવારે 20.25 કલાકે શાલીમારથી ઉપડશે અને ત્રીજા દિવસે 20.00 કલાકે પોરબંદર પહોંચશે.
  • આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નંદુરબાર, ભુસાવળ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા જંકશન, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર, ખડગપુર જંકશન, પાંશકુડ઼ા જં. અને મેચેદા સ્ટેશનો પર બન્ને દિશામાં રોકાશે, તેમ પશ્ચિમ રેલવેના અધિકારીઓએ યાદીમાં જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details