પોરબંદરઃ લોકડાઉન દરમિયાન રાણાવાવ જમવાની પાર્ટીમાં રમેશ નામના શખ્સની વિજય અને બે અજાણ્યા શ્ખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જો કે, ત્યાર બાદ મુખ્ય આરોપી ફરાર થઈ ગયો હતો. જેને પોરબંદર પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
15 એપ્રિલે સાંજે રાણા કંડોરણા જમવાની પાર્ટીમાં બોલાચાલી થતા તે બાબતે મનદુઃખ રાખી રમેશની આરોપી વિજય મેરૂ તથા બે અજાણ્યા ઇસમોએ તીક્ષ્ણ હથિયાર તથા બોથડ પદાર્થ વડે માથામાં, મોઢા પર તથા ગળા પર ગંભીર ઇજાઓ કરી હત્યા કરી હતી. છેલ્લા એક માસથી આ કેસમા નાસતો ફરતો આરોપી વિજય કુતિયાણા મુકામે મોડી રાત્રીના પોતાના ઘરે આવવાનો છે તેવી ચોક્કસ હકીકતને આધારે એલ.સી.બી. તથા રાણાવાવ પોલીસ કુતીયાણા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન વિજય મેરૂભાઇ ભુતીયા રહે. કુતીયાણા વાળો મોટરસાયકલ લઇ નિકળતા તેને પકડી લઈ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે. સોંપી આપેલ છે.