આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી પોરબંદર : જૂનાગઢમાં કોળી સમાજની દીકરીની સૂરજ ભુવા અને તેના સાગરીતો દ્વારા દુઃખદ હત્યા કરવામાં આવી છે. ત્યારે આ બાબતે આજે ચુંવાળીયા કોળી સમાજ પોરબંદર અને પોરબંદર ઠાકોર સેના દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે ગુજરાત સરકારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આરોપી સુરજ ભુવા અને તેની ગેંગના માણસો આચરવામાં આવેલા તમામ ગુનાઓની તપાસ કરવા માંગ કરાઇ છે.
જૂનાગઢના કોળી સમાજની દીકરીનું જૂનાગઢના સુરજ ભુવા અને તેમના સાગરીતો દ્વારા હત્યા કરી નાખી છે તે હત્યારાઓને કડકમાં કડક સજા કરવામાં આવે. હત્યારાઓએ ધર્મના નામ પર બહેન દીકરીઓ, ભોળી ધાર્મિક જનતાનું શારીરિક અને આર્થિક શોષણ કરતા સુરજ ભુવા અને તેમના સાગરીતોને કડકમાં કડક સજા થવી જોઈએ...રમેશભાઈ (પ્રમુખ પોરબંદર ઠાકોર સેના)
કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે : સાથે જ આ કેસની ટ્રાયલ ઝડપી થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે તેવી માગ કરાઇ છે. કોળી યુવતીની હત્યાના કેસની ટ્રાયલ ચલાવવા માટે સરકારી વકીલની અલગથી નિમણૂક કરવામાં આવે અને આરોપી સુરજ ભુવા અને તેની ગેંગના માણસો આચરવામાં આવેલ તમામ સુધીના ગુનાઓની તપાસ ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓની વિજિલન્સ ટીમ દ્વારા કરાવવામાં આવે અને હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી રીતે ગુજરાત સરકાર કાર્યવાહી કરે તેમ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે.
પરિવારને મદદ કરવા માગણી : કોળી સમાજ દ્વારા વધુમાં માંગ કરવામાં આવી છે કે ગુજરાત સરકાર દ્વારા કોળી યુવતીના પરિવાર અને કોળી સમાજને મદદ કરવી જોઈએ. તેમજ સુરજ ભુવા તેમજ તેના મળતીયા યુવરાજ સોલંકી, મુકેશ સોલંકી, ગુંજન જોષી, સંજય સોહેલિયા, મીત શાહ, મોના શાહ, જુગલ શાહ ધર્મના નામે ધતિંગ કરી આવી બહેન દીકરીઓને ફસાવે છે અને આવી અંધશ્રદ્ધા ફેલાવી લોકોને અંધશ્રદ્ધામાં ધકેલે છે. આવા રાક્ષસોથી સમાજને બચાવવા માટે તેમને દાખલારૂપ સજા થાય તે માટે સરકારે તમામ પ્રયત્નો કરવા જોઈએ.
લોકસભાની ચૂંટણીમાં પણ પડઘા પડશે : પોરબંદર ઠાકોર સેનાના પ્રમુખ રમેશભાઈએ જણાવ્યું હતું કે કોળી સમાજની દીકરીની હત્યાના આરોપીઓની ઉચ્ચ સ્તરે તપાસ કરી કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન થશે અને લોકસભાની ચૂંટણીમાં પણ આ મુદે ન્યાય માંગીને જ ઠાકોર સેના જંપશે.
- ભુવાની કરતૂત! : દુષ્કર્મના આક્ષેપ સાથે રાજકોટમાં યુવતીએ ઝેરી દવા પીધી
- ધર્મના નામે ધતિંગ કરતો ભૂવો આવ્યો વિજ્ઞાન જાથાની ઝપટમાં
- આધુનિક યુગમાં અંધશ્રદ્ધાઃ મહિલાને સાપ કરડ્યો તો ભુવા પાસે લઈ ગયાં, જાણો પછી શું થયું?