ફરાર આરોપીને પકડી પાડતી પોરબંદર LCB - Porbandar LCB
પોરબંદરઃ પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલે પોરબંદર જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
પોરબંદર
જે અનુસંધાને LCB PI પી.ડી.દરજી તથા LCB PSI એચ.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ LCBના HC વિજયરાજસિંહ જાડેજા, PC વિપુલભાઇ બોરીચા, PC સંજયભાઇ કરશનભાઇ વિગેરે એલ.સી.બી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપઓને પકડવા પેટ્રોલીંગમાં કરી રહ્યા છે. તે દરમિયાન PC વિપુલભાઇ બોરીચા, PC સંજયભાઇ ચૌહાણે બાતમીના આધારે IPC કલમ-363, 366, 114 મુજબ આરોપી રામા બારૈયાને બારીયાધાર ગામેથી પકડી મિયાણી મરીન પોલીસ ખાતે સોંપવામાં આવ્યો હતો.