- આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટ અંતર્ગત બનાવાયું છે સજાગ શિપ
- ગોવા શિપ યાર્ડ માં કુલ 11 શિપ બનાવાઈ છે જેમની 9 મી શિપ છે "સજાગ"
- 29 મેએ ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ના હસ્તે કરાયું હતું કમિશન
- મલ્ટિપર્પઝ કાર્યની ક્ષમતા ધરાવે છે સજાગ
પોરબંદરઃ ભારતીય તટ રક્ષક દળમાં હવે વધુ એક 'સજાગ' નામની શિપ જોડાઈ છે. આજે પોરબંદર ખાતે આ શિપનું આગમન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન આત્મનિર્ભર પરથી આ શિપને તૈયાર કરવામાં આવ્યું છે. પોરબંદરમાં આ શિપનું આગમન ભારતીય તટરક્ષક દળના ઈન્સ્પેક્ટર જનરલ રાકેશ પાલે કર્યું હતું.
આ પણ વાંચો-Corona Effect: અલંગમાં મજૂરોની સંખ્યામાં ઘટાડો જોવા મળતા શિપ ઉદ્યોગ ધીમી ગતિએ
ગોવા શિપ યાર્ડમાં કુલ 11 શિપ બનાવવામાં આવ્યા છે, જેમાં આ નવમું શિપ ઉમેરાયું
ભારતીય તટ રક્ષક દળના ઈન્સ્પેક્ટર જનરલ રાકેશ પાલે જણાવ્યું હતું કે, ગોવા શિપ યાર્ડમાં 11 શિપ બનાવવામાં આવ્યા છે, જેમાંથી વડાપ્રધાનના વિઝન આત્મનિર્ભર પ્રોજેક્ટ અંતર્ગત આ સજાગ શિપ બનાવવામાં આવ્યું છે. જોકે, હવે 10મુ શિપ 'સાર્થક' શિપ જે ત્રણ મહિના બાદ પોરબંદર આવશે અને 11મુ શિપ સક્ષમ જે કોચિનમાં દરિયાઈ સુરક્ષા માટે રહેશે. પોરબંદર કોસ્ટ ગાર્ડમાં સમુદ્ર પાવક તથા સૂર બાદ હવે સજાગ શિપ દરિયાઈ સુરક્ષામાં વધારો કરશે. આ ઉપરાંત આજે રક્ષા સચિવ દ્વારા બે એડવાન્સ હેલિકોપ્ટર માર્ક થ્રી પણ લોકાર્પણ કરાયું છે, જે એકથી બે મહિનામાં પોરબંદર આવશે.