પોરબંદરના પૂર્વ સાંસદનું નિધન
15 ઓગસ્ટ સ્વાતંત્ર્યના દિવસે લિધા અંતિમ શ્વાસ
પોરબંદરના પૂર્વ સાંસદનું નિધન
15 ઓગસ્ટ સ્વાતંત્ર્યના દિવસે લિધા અંતિમ શ્વાસ
RSSના સક્રિય કાર્યકર્તા રહી ચૂક્યા છે ગોરધનભાઈ
પોરબંદર : મતવિસ્તારના પૂર્વ સાંસદ ગોરધનભાઈ જાવિયા પોરબંદરથી 11મી લોકસભામાં, 1996 -12મી લોકસભા, 1998 તેમજ 13મી લોકસભા ત્રીજી ટર્મમાં 1999ના રોજ પોરબંદરના સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમનો જન્મ 9 માર્ચ 1940ના રોજ પાટણવાવ તાલુકો ધોરાજી ખાતે થયો હતો. તેમજ પોતાના સમયમાં તેઓ લોકપ્રિય નેતા રહ્યા હતા. જ્યારે તેમનું અવસાન થતાં તેમના પરિવાર અને મિત્ર વર્તુળમાં પણ દુઃખની લાગણી પ્રસરી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી કેશોદ ખાતે રહેતા
પોરબંદરના પૂર્વ સાંસદ ગોરધનભાઈ જાવીયા તાલાળાના ઉમિયાસંકુલમાં પોતાની સેવાઓ આપતા હતા પરંતુ છેલ્લે તેઓ પોતાના કેશોદ ખાતે અંતિમ સમય વિતાવતા હતા. જ્યાં તેમનું અવસાન થયું છે. જ્યારે તેઓએ M.A B.Ed સુધીનો અભ્યાસ કર્યો હતો. 82 વર્ષની વયે 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વના દિવસે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓએ જીવન પર્યંત શિક્ષણવિદ્ અને RSS જનસંઘના કાર્યકર તરીકે પ્રામાણિકતાપૂર્વક લોકોની સેવા કરી હતી.