પોરબંદર:પોરબંદરના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટના માછીમારને (Fishing boat in the sea of Porbandar )અચાનક શ્વાસમાં ગંભીર સમસ્યા સર્જાયાની જાણ ભારતીય તટ રક્ષક દળને (Indian Coast Guard )થતા તેમનું રેશક્યુ કરી તાત્કાલિક પોરબંદર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં માછીમારને યોગ્ય સારવાર મળતા તેનો જીવ બચી ગયો હતો.
C-161 જહાજે મુશ્કેલીમાં રહેલા દર્દીને બહાર કાઢ્યો
ભારતીય તટરક્ષક દળના જહાજ C-161 (Indian Coast Guard ship C-161)28 જાન્યુઆરી 2022ના રોજ નિયમિત કામગીરીમાં નિયુક્ત હતું તે દરમિયાન, સાંજે 2130 કલાકે ભારતીય માછીમારી બોટ દિક્ષામાં રહેલા એક માછીમારને શ્વાસ લેવામાં ગંભીર સમસ્યા થઈ હોવાથી મુશ્કેલીની મદદ માંગતા તેમણે તાત્કાલિક આ બોટને આંતરીને તેમની મદદ કરી હતી. પોરબંદર હેડક્વાર્ટર ખાતેથી તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર દ્વારા તાત્કાલિક ધોરણે C-161 જહાજને મેડિકલ બચાવ માટે ડાઇવર્ટ કરવામાં આવ્યું હતું. C-161 જહાજે મુશ્કેલીમાં રહેલા દર્દીને બહાર કાઢ્યો હતો.