પોરંબદર: એક તરફ કોરોના વાઇરસથી બચવા લોકોને ઘરમાં રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે, ત્યારે શનિવારે બપોરે પોરબંદરના નાગરવાડા, ખારવાવાડ અને કુંભારવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જમીનમાં હલન ચલન અનુભવાયું હતું અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
પોરબંદરના અમુક વિસ્તારમાં ભૂકંપના ઝાટકા - corona virus
કોરોના વાઇરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેથી લોકો ઘરોમાં રહે અને કોરોના વાઇરસના સંક્રમણથી બચી શકે, ત્યારે શનિવારે બપોરે પોરબંદરમાં ભૂકંપનો આચકો અનુભવાયો હતો. જેથી લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતાં.
પોરબંદર: અમુક વિસ્તારમાં ભૂકંપના ઝાટકા
લોકોના ઘરની ચીજ વસ્તુઓ પણ હલવા માંડી હતી. આ ભૂકંપના આંચકા વર્તાયા હોવાનું જણાયું હતું. જ્યારે ડીઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રુમનો સંપર્ક કરતા જૂનાગઢના માંગરોળ નજીક એપી સેન્ટર છે. જેથી તેની અસર પોરબંદરમાં થઈ હોવાનું જણાવા મળ્યું હતું.