ગુજરાત

gujarat

ETV Bharat / state

અહીં પોલીસે વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગ શરૂ કર્યા - porbandar news

વર્તમાન સમયમાં સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનો વ્યાપ વધી રહ્યો છે અને સરકારી નોકરી મેળવવા માટે યુવાનોને ખાસ તાલીમની જરૂર હોય છે. જેને ધ્યાનમાં લઇને પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા અનુસૂચિત જાતિ જનજાતિના યુવાનો માટે વિવિધ હેતુલક્ષી પરીક્ષાની તૈયારી માટેની તાલીમ શિબિર વર્ગો ચાલુ કરવામાં આવ્યાં છે.

porbandar
પોરબંદર

By

Published : Feb 6, 2020, 3:01 PM IST

પોરબંદરઃ જિલ્લા પોલીસ દ્વારા અનુસૂચિત જનજાતિના યુવાનો અને યુવતીઓ માટે સરકાર દ્વારા આયોજિત હેતુલક્ષી પરીક્ષામાં સફળતા મેળવી સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ થઈ શકે તેમજ પોલીસ લશ્કર અને અર્ધલશ્કરી તથા સરકારના અન્ય વિભાગમાં ભરતી થઈ સ્વરોજગારી મેળવી શકે તેવા શુભ આશ્યયથી આજે તારીખ 6 /02/2020ના રોજ દસ વાગ્યે પોરબંદર જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર પોલીસ હેડ કોટર ખાતે 50 યુવક-યુવતીઓને રહેવા-જમવાની વ્યવસ્થા સાથે તાલીમ વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેથી આ તાલીમમા વર્ગમાં અનુસૂચિત જનજાતિના યુવાનો અને યુવતીઓ વધુને વધુ ભાગ લેવા જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું.

પોરબંદર જિલ્લા પોલીસે અનુસૂચિત જનજાતિના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગ શરૂ કરાયા

ABOUT THE AUTHOR

...view details