પોરબંદર : જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લાના ગુમ/અપહરણ થયેલ બાળકો સ્ત્રીઓને શોધી કાઢવા માટે સુચના આપવામાં આવે છે. જેના સંદર્ભે હાર્બર મરીન પોલીસ સ્ટેશને આવેલી એક બાળકની હત્યાની તપાસ કરવામાં આવી હતી.
બાળકની યુપીના પતરીહા ગામમાં ભાળ મળી : આ અરજી આમ આદમી પાર્ટીના ગુજરાત ઉપાધ્યક્ષ નાથાભાઈ ઓડેદરાએ આપી હતી. જેમાં જણાવાયું હતું કે એક બાળક 2011થી ગુમ હોઇ અને તે બાળકની હત્યા થયાંની શંકા હોવાની અરજીની તપાસ હાર્બર મરીન પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર એસ.ડી. સાળુંકેએ ઉપરી અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ તપાસ કરી હતી. અરજી સંદર્ભે ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ વડે આ ગુમ થનાર બાળકને શોધવા પોરબંદર પોલીસની ટીમ લાગી હતી. તપાસના અંતે આ ગુમ થનાર બાળક તેના પાલક પિતા રામસેવક ગુપ્તા સાથે ઉત્તર પ્રદેશના સોનગઢ જિલ્લાના પતરીહા ગામે રહેતો હોવાનું અને આ બાળક હાલ 20 વર્ષ જેટલી ઉંમરનો અને તેનુ નામ અનુજકુમાર ગુપ્તા હોવાનુ જાણવા મળ્યું હતું
આમ આદમી પાર્ટીના નેતા નાથાભાઈ ઓડેદરાએ એવો આક્ષેપ કર્યો હતો કે 2011 ની સાલમાં આ બાળકનું ભેદી સંજોગોમાં ગુમ થયા બાદ તેની હત્યા થઈ છે અને તેમણે આ પ્રકારની અરજી પણ આપી હતી. આ અરજીના અનુસંધાને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા હતા અને અંતે એ બાળકની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો તે જ બાળકને જીવંત હાલતમાં પોલીસે તેની માતા સમક્ષ હાજર કર્યો છે અને આ બાળક તેના પાલક પિતા સાથે સારી રીતે રહે પણ છે અને આગામી થોડા સમયમાં તેના લગ્ન પણ થવાના છે. આ રીતે નાથાભાઈ ઓડેદરાએ કરેલો હત્યાનો આક્ષેપ ખોટો સાબિત થયો છે અને સમગ્ર પોરબંદરની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. મળી આવેલ બાળક એ જ છે તેમ છતાં તેના વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવા માટે તેનો ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે અને તેનાથી એ સાબિત થઈ શકશે કે મળી આવેલ બાળક એ જ છે એ બાબત સાયન્ટિફિકલી પુરવાર થશે...ભગીરથસિંહ જાડેજા ( એસપી, પોરબંદર )
પોલીસ યુપી જઇને લઇ આવી : બાળકની ભાળ મળતાં પોરબંદર પોલીસની ટીમ ઉત્તરપ્રદેશ રાજયના સોનભદ્ર જિલ્લાના પતરીહા ગામે પહોંચી અને ગુમ થનાર બાળક અનુજકુમાર ગુપ્તા તથા આ અનુજના પાલક પિતા રામસેવક પંચ્યા ગુપ્તાને શોધી લીધાં હતાં. હકીકતમાં 2004માં બાળકના માતાપિતા રુપીબેન તથા રાણા ભીખા છેલાણાએ બાળકની સારવાર કરાવી ન શકતા પાલક પિતાને સોંપેલ હતો. પાલક પિતાએ તે અંગેના ડોકયુમેન્ટ રજુ કર્યાં અને પોલીસને આગળની તપાસમાં સહકાર આપવા સ્વખુશીથી અનુજ તથા રામસેવક ગુપ્તા પોરબંદર આવ્યાં હતાં.
પોલીસની ટીમ : અનુજ અને તેના પાલક પિતાને પોરબંદર લાવતાં જ બાળકની હત્યા કરાયેલ છે તેવા ગંભીર આક્ષેપો થયેલાં તે તદ્દન ખોટા અને પાયાવિહોણા સાબિત થયાં હતાં. પોલીસે રાતદિવસ મહેનત કરી પીઆઇ એસ.ડી.સાળુંકે હાર્બર મરીન, એ.એ.મકવાણા કિર્તીમંદીર પો.સ્ટે. પીએસઆઇ કે.એ.સાવલીયા સાયબર ક્રાઇમ પો.સ્ટે. પીએસઆઇ એ.એસ.બારા બગવદર પો.સ્ટે., પીએસઆઇ બી.ડી.વાઘેલા હાર્બર મરીન પો.સ્ટે. એએસઆઇ આર.એફ.ચૌધરી હાર્બર મરીન પો.સ્ટે હેડ કોન્સ્ટેબલ આર.કે.રાઠોડ હાર્બર મરીન પો.સ્ટે પોલીસ કોન્સ્ટેબલ લેખરાજસીંહ વૈધપ્રકાશ હાર્બર મરીન પો.સ્ટે. પોલીસ કોન્સ્ટેબલ પિયુશ રણમલભાઇ કુતીયાણા પો.સ્ટે. ડ્રાઇવર કોન્સ્ટેબલ રામદેવ ભીમાભાઇ હાર્બર મરીન પો.સ્ટે. વગેરે જોડાયા જોડાયા હતાં.
હત્યા થઈ હોવાનો મેં આક્ષેપ કર્યો હતો એવું નથી, પરંતુ ગામના લોકોમાં આ પ્રકારની ચર્ચા થતી હતી. તેથી એક નેતા તરીકે જો હત્યા ખરેખર થઈ હોય તો તે ગંભીર બાબત ગણાય તેમ સમજીને આ વાતને પોલીસ સુધી પહોંચાડી હતી. આ બાબતમાં તપાસ થાય તેવી માંગણી કરી હતી અને મારી આ માંગણીના કારણે જ પોલીસે એક્શન લીધા છે અને એ એક્શનમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. તેથી મને પોરબંદર પોલીસે કરેલી કામગીરીથી સંતોષ છે અને લોકો સમક્ષ સત્ય વાત બહાર લાવવામાં પોલીસે જે મહેનત કરી છે તે બદલ હું પોરબંદર એસપી તથા આ કાર્ય માટે મહેનત કરનાર સમગ્ર પોરબંદર પોલીસ ટીમને અભિનંદન આપું છું...નાથાભાઈ ઓડેદરા ( ગુજરાત ઉપાધ્યક્ષ, આમ આદમી પાર્ટી )
આવતા અઠવાડિયામાં યુવાનનો સગાઈ : અનુજના પાલક પિતા સેવકરામ ગુપ્તાએ જણાવ્યું હતું કે બાળકની માતા એ જ તેને સોંપ્યો હતો. તે વાતનો કરાર પણ લેખિતમાં આપ્યો હતો. તેઓનો ઉત્તર પ્રદેશમાં વ્યવસાય ખેતી છે. અનુજ હજુ પણ તેના પાલક પિતા સાથે રહેશે પણ માતાને મળીને ખુશી અનુભવી હતી. આગામી સપ્તાહમાં તેની સગાઈ પણ કરવાનું આયોજન કરાયું છે.
- Daman News: દમણમાં ખાખીના સર્ચ ઓપરેશન બાદ આખરે 11 વર્ષીય બાળક મળી આવ્યો, પરિવાર સાથે કરાવ્યું મિલન
- Porbandar News : પોરબંદરના યુવાનનું 7 વર્ષે પરિવાર સાથે મિલન, ઉદ્યોગનગર પોલીસની મહેનત લેખે લગાડતું આધાર કાર્ડ