ગુજરાત

gujarat

ETV Bharat / state

Porbandar Crime: ચેમ્બરના પ્રમુખ પાસે ખંડણી માંગનારની ધરપકડ, જામનગર કનેક્શન ખુલ્યું

પોરબંદર પોલીસે ખંડણી માંગનાર શખ્સની ધરપકડ કરી છે. પૈસા ઉઘરાવનાર આ વ્યક્તિએ ચેમ્બર્સ ઓફ કોમર્સ પોરબંદરના પ્રમુખ જીગ્નેશભાઈ કાર્ય પાસે ખોટી રીતે પૈસા માંગ્યા હતા. જીગ્નેશ ભાઈ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ખંડણી મામલે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં જામનગરના એક વકીલ સંડોવાયેલા હોવાની વિગત પ્રાથમિક ફરિયાદમાંથી સામે આવી છે. ખંડણી નો કિસ્સો સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

Porbandar Crime: ચેમ્બરના પ્રમુખ પાસે ખંડણી માંગનારની ધરપકડ, જામનગર કનેક્શન ખુલ્યું
Porbandar Crime: ચેમ્બરના પ્રમુખ પાસે ખંડણી માંગનારની ધરપકડ, જામનગર કનેક્શન ખુલ્યું

By

Published : May 16, 2023, 9:29 AM IST

Updated : May 16, 2023, 11:57 AM IST

ચેમ્બરના પ્રમુખ પાસે ખંડણી માંગનારની ધરપકડ, જામનગર કનેક્શન ખુલ્યું

પોરબંદર: પોરબંદર શહેરમાંથી સામે આવેલા ખંડણીના કિસ્સાની પોલીસ વિગત અનુસાર આરોપી ચેમ્બર ઓફ કોમર્સમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો. જેનું નામ દિનેશ માંડવીયા હોવાનું પોલીસ ફરિયાદમાંથી જાણવા મળે છે. આરોપી એવા દાવા કર્યા હતા કે, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ગેરકાયદેસર છે. પછી ફોન કરીને રૂપિયા 15 લાખ જેવી રકમ ખંડણી પેટે માંગી હતી. એટલું જ નહીં કાયમી નોકરી પણ કરાવી આપવા માટે ખોટી રીતે દબાણ કરતો હતો. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશભાઈએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરીને દિનેશને કાયદાનો પાઠ ભણાવવા માંગ કરી હતી.

આરોપીઓ શા માટે માંગી હતી ખંડણી ?પોરબંદરમાં રહેતા દિનેશ માંડવીયા વર્ષો પહેલા ચેમ્બર ઓફ કોમર્સમાં નોકરી કરતો હતો. ચેમ્બર ઓફ કૉમર્સના પ્રમુખ ગેરકાયદેસર હોય તેવા દાવા કર્યા હતા. અનેક કેસ પણ કર્યા હતા. જે કેસ પરત ખેંચવા દીનેશે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને ફોન કરી 15 લાખની રકમ માંગી વહીવટ પતાવવાનું જણાવ્યું હતું. જામનગરમાં રહેતા વકીલ કપિલ ગોકણીએ દિનેશ મંડવીયા વતી ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશ કારીયાને ફોન કર્યો હતો. તમામ વહીવટ પતાવવા અને કેસ પાછો ખેંચી લેવા માટે 20 લાખની માંગ કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સ સાથે દિનેશ માંડવીયાને કંઈ લેવાદેવા નથી. મેં ક્યારેય તેને ચેમ્બર ઓફ કોમર્સમાં કામ કરતા જોયો નથી. ચેમ્બર્સ ઓફ કોમર્સમાં ચૂંટણીની પ્રક્રિયા બાદ પ્રમુખની નિમણુંક થાય છે, પરંતુ દીનેશે ખોટી રીતે મીડિયાના માધ્યમથી હું પ્રમુખ ન હોય તેવી ખોટી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી-- જીગ્નેશ કારીયા(ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ)

ડીવાયએસપીનું શુ કહેવું છે: પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશભાઈ કારીયાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોરબંદરના એક શખ્સ અને જામનગરના એડવોકેટ વિરુદ્ધ ખંડણી માંગ્યાની બે દિવસ પહેલા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોરબંદરના શખ્સની અટકાયત કરી હોવાનું ડીવાયએસપી સુરજીત મેહેડુએ જણાવ્યું હતું.

પોરબંદરમાં ઘણા વર્ષો પહેલા ચેમ્બર ઓફ કોમર્સમાં નોકરી કરતા દિનેશ માંડવીયાએ અનેક વાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશ કારિયા વિરુદ્ધ ફરિયાદો કરી હતી. દિનેશ માંડવીયા વિરુદ્ધ જીગ્નેશ કાર્યએ ફરિયાદ કરતા પોલીસે દિનેશ માંડવીયાની ધરપકડ કરી હતી. ત્યારે અન્ય આરોપી કપિલ ગોકણીને પણ પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે -- સુરજીત મેહેડુ(ડીવાયએસપી)

કડકમાં કડક કાર્યવાહી: ડીવાયએસપીએ જણાવ્યા અનુસાર પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશ કાર્ય પાસેથી ખંડણી માંગનાર આરોપી પોરબંદરના દિનેશ માંડવીયા તથા જામનગરના કપિલ ગોકાણી સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકને પણ બંને વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા અરજી કરી હતી.

  1. Porbandar Crime : પતિએ પત્નીની હત્યા કરીને દોઢ વર્ષના બાળકને નોંધારું કર્યું
  2. Porbandar News : ખેડૂતોએ કમોસમી વરસાદ મામલે સહાય માંગી, અધિકારીએ પાકમાં નુકસાનની વાત નકારી
  3. Porbandar News : પાકિસ્તાનની જેલમાં બંધ 658 ભારતીયોને મુક્ત કરવા સુપ્રીમ કોર્ટમાં કરાશે પીટીશન દાખલ
Last Updated : May 16, 2023, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details