ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના અપડેટ: પોરબંદરમાં મંગળવારના રોજ 3 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, બેના મોત - કોરોના પોઝિટિવ

પોરબંદરમાં મંગળવારના રોજ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંખ્યા 611 થઈ છે અને બે દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.

કોરોના અપડેટ: પોરબંદરમાં મંગળવારના રોજ 3  કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
કોરોના અપડેટ: પોરબંદરમાં મંગળવારના રોજ 3 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

By

Published : Sep 23, 2020, 5:29 AM IST

પોરબંદરઃ જિલ્લાના છાયામાં રહેતા 39 વર્ષના મહિલાને તથા વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા 32 વર્ષના પુરુષને અને કડછ ગામે રહેતા 26 વર્ષના પુરુષનો કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યારે મંગળવારના રોજ કુલ 04 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે કોરોનાના કારણે 2 મોત થતા અત્યાર સુધીમાં મોતનો આંકડો 58 સુધી પહોંચ્યો છે.

કોરોના અપડેટ: પોરબંદરમાં મંગળવારના રોજ 3 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પોરબંદરમાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 42 દર્દી છે, જેમા 22 દર્દીઓ પોરબંદર હોસ્પિટલ ખાતે covid કેર સેન્ટર ખાતે એક દર્દી તથા અન્ય જિલ્લા રાજ્ય ખાતે 13 દર્દીઓ તથા પોરબંદર જિલ્લાથી કરેલ હોમ આઇસોલેશનમાં 04 દર્દી અને અન્ય જિલ્લામાંથી કરેલ હોમ આઇસોલેશન 00 દર્દી તથા સ્ટેટ્સ પેન્ડિંગ રિપોર્ટ 02 દર્દીઓ છે.

ABOUT THE AUTHOR

...view details