પોરબંદરમાં બુધવારે કોરોનાના 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી પોરબંદર જિલ્લાના કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંકડો 332 થયો છે.
પોરબંદરમાં બુધવારે 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 228 કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
પોરબંદર કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 332
- કુલ સક્રિય કેસ - 79
- કુલ ડિસ્ચાર્જ - 228
- કુલ મૃત્યુ - 25
પોરબંદરમાં હાલ કુલ 79 એક્ટિવ કેસ છે. જેમાંથી પોરબંદર હોસ્પિટલ ખાતે 23 કોવિડ કેર સેન્ટર ખાતે 12, અન્ય જિલ્લા રાજ્ય ખાતે 30 અને હોમ આઇસોલેશન ખાતે 11 તથા સ્ટેટસ પેન્ડીંગ 3 દર્દીઓ છે.