ગુજરાત

gujarat

ETV Bharat / state

Porbandar News : સ્લમ વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત, સેવાકીય સંસ્થાને આવ્યું ધ્યાને - Porbandar news

પોરબંદરના સ્લમ વિસ્તારના કેટલાક બાળકો શિક્ષણથી વંચિત હોવાની વિગતો સામે આવી છે. વાલીઓએ કહ્યું કે, બાળકને સ્કુલે જવા માટે 40 રુપીયા રીક્ષા ભાડું રોજના થાય છે. ત્યારે શહેરની સામાજિક સંસ્થાની ધ્યાને આ બાબત આવતા શિક્ષણ અધિકારીને જાણ કરી હતી.

Porbandar News : સ્લમ વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત, સેવાકીય સંસ્થાને આવ્યું ધ્યાને
Porbandar News : સ્લમ વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત, સેવાકીય સંસ્થાને આવ્યું ધ્યાને

By

Published : Feb 25, 2023, 3:36 PM IST

પોરબંદરમાં સ્લમ વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત

પોરબંદર : ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા બજેટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ રકમ શિક્ષણ વિભાગને ફાળવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગને 43,651 કરોડની ફાળવણીની જાહેરાત કરાઈ છે, પરંતુ શું આ રકમ શિક્ષણ કાર્યમાં વપરાય છે કે નહિ તે અંગે અનેક તર્ક વિતર્ક છે. પોરબંદર શહેર નજીકમાં આવેલા કોલીખડા વિસ્તાર પાસે રામદેવનગરમાં રાજસ્થાની પરિવારો રહે છે. જેના બાળકો ટ્રાન્સપોર્ટેશન ખર્ચના અભાવે પ્રાથમિક શિક્ષણથી વંચિત રહ્યા છે.

સેવાકીય સંસ્થાના ધ્યાને આવ્યું : પોરબંદરમાં સેવાકીય કામ કરતી સ્વસ્તિક ગ્રુપ સામાજિક સંસ્થાના પ્રમુખ વિનેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા સ્લમ વિસ્તારમાં તહેવારો નિમિત્તે બાળકોને ભોજન અને નાસ્તા વિતરણ કરવા જાય છે, ત્યારે નવરાત્રી સમયે બાળાઓને નાસ્તો વિતરણ કરવા ગયા હતા. બાળકોને શિક્ષણ અંગે ચર્ચા થતા તેઓએ જણાવ્યું હતું કે, મોટા ભાગના બાળકો સ્કૂલે જતા નથી અને 4થી 5 બાળકો જ સ્કૂલે જાય છે. આથી બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત હોવાનું જણાયું હતું. આ કાર્યમાં સંસ્થા દ્વારા પણ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો :Gujarat Public Examination Bill: નવી પરીક્ષાઓ કાયદો બન્યા બાદ જ યોજાશે, ગુજરાત બોર્ડ અને યુનિવર્સિટી બાકાત

સ્કૂલે જવાના રોજના 40 રૂપિયા આપવા પડે :કોલીખડા ગામ પાસેના રામદેવનગર વિસ્તારમાં રહેતા બાળકોના વાલી રાધાબહેને જણાવ્યું હતું કે, બાળક સ્કૂલે જાય ત્યારે રીક્ષા ભાડાના 20 રૂપિયા અને સ્કૂલેથી આવે ત્યારે રીક્ષા ભાડા પેટે 20 રૂપિયા આપવા પડે છે. આમ, એક દિવસના 40 રૂપિયા ચૂકવવા પડે છે. જો રીક્ષાની વ્યવસ્થા કરવામાં આવે અથવા શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી.

આ પણ વાંચો :Gujarat Budget 2023 : શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવાયું, 10 નવી રક્ષા શક્તિ સ્કૂલ શરૂ થશે

બાળકોને શિક્ષણ મળે તે માટે તમામ પ્રયત્ન :પોરબંદરની સ્વસ્તિક ગ્રુપ સેવાભાવી સંસ્થાના પ્રમુખે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કણસાગરા સાથે ફોન પર વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, બાળકોને યોગ્ય શિક્ષણ મળે અને બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે ના તમામ પ્રયત્ન કરવામાં આવશે. આજે શનિવાર હોવાથી રજાના દિવસે શિક્ષણ વિભાગ કચેરી પર ન હતા સોમવારે રૂબરૂ મળવા જણાવ્યું હતું.

શિક્ષણ વિભાગ માટે બજેટ :ગુજરાત સરકારે શિક્ષણ વિભાગને લઈને બજેટ 2023-2024 રજુ કર્યું હતું. નાણાપ્રધાન કનુ દેસાઇએ શિક્ષણ વિભાગ માટે કુલ 43,651 કરોડની જોગવાઈ કરી છે. જેમાં સૈનિક શાળાઓ સમકક્ષ 10 રક્ષાશક્તિ સ્કૂલ શરૂ કરવા માટે 5 કરોડની ખાસ જોગવાઈ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details