- બાબુ બોખીરિયાએ એપ્લિકેશન લોન્ચ કરી
- નગરજનોને સમસ્યાના નિરાકરણ માટે કચેરી ખાતે અરજી કરવા ધક્કાથી છુટકારો
- રસ્તા, કચરો, પાણી, સાફ સફાઇ, સ્ટ્રીટલાઇટ વગેરે સમસ્યાની એપ્લિકેશનમાં કરી શકાશે રજુઆત
પોરબંદરઃ પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા 311 એપ્લિકેશન શુક્રવારે નગરપાલિકાના સભાખંડમાં ધારાસભ્ય બાબુ બોખીરિયાના હસતે લોન્ચ કરાઈ છે. જેથી રસ્તા, કચરો, પાણી, સાફ સફાઇ, સ્ટ્રીટલાઇટ વગેરે સમસ્યાની એપ્લિકેશનમાં રજૂઆત કરી શકાશે અને તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ થાય તેવા તંત્ર દ્વારા પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. આ એપ નગરજનોએ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને મોબાઈલ નંબર અથવા ઈ-મેઇલ આઈડી રજિસ્ટ્રેશન કર્યા પછી લોકો એપ્લિકેશનમાં આપેલ ફોર્મેટ મુજબ શહેરમાં વિવિધ પ્રકારની સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી શકશે.
એપ્લિકેશન GPS સિસ્ટમથી સજ્જ
પોરબંદરના નગરજનોને સ્ટ્રીટલાઈટ, પાણી, રસ્તા, ભૂગર્ભ ગટર, સૌચાલયની સાફ-સફાઈ, ઉપરાંત શહેરમાં સફાઈનો અભાવ રહેતો હોય અને ગંદકીના ગંજ ખડકાયેલા હોય વગેરે પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પાલિકા ખાતે રજૂઆત કરવા માટે થતા ધરમના ધક્કામાંથી છુટકારો મળશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ લોકોને રજૂઆત કરવા માટે પાલિકામાં ધક્કા ખાવા પડતા હતા, જે હવે નહીં ખાવા પડે. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ એપ્લિકેશનમાં GPS સિસ્ટમ હોવાથી લોકોના પ્રશ્નોના રિલેટેડ કર્મચારીઓ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી સમસ્યાનું નિરાકરણ કરશે. આમ લોન્ચ કરાયેલા એપ્લિકેશનથી લોકોની સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક ધોરણે થશે. રજુઆત પેન્ટિંગ હશે તો તે પણ જોઈ શકાશે અને એપ્લિકેશનમાં લોકોએ સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરેલી હશે અને જો તેનું નિરાકરણ નહીં થાય તો સીધું મોનિટરીંગ તેમના દ્વારા કરવામાં આવશે.
એપ્લિકેશનમાં અન્ય કઈ-કઈ વિગતોની માહિતી મળશે?