ગુજરાત

gujarat

By

Published : Jan 23, 2021, 3:27 PM IST

ETV Bharat / state

પોરબંદરમાં 251 કિલો ઘઉંનાં લાડુ ગાયોને ખવડાવ્યા

લોહાણા સમાજનાં કુળદેવતા અને ગૌરક્ષક એવા જશરાજદાદાની જયંતિ નિમિતે ગાયોને 251 કિલો ઘઉનાં લાડુ બનાવી ખવડાવાયા હતા.

લોહરણા સમાજ
લોહરણા સમાજ

  • ગૌરક્ષક અને શૌર્યના પ્રતીક ગણાય છે જશરાજદાદ
  • લગ્નમંડપ છોડી ગાયોને બચાવવા જતાં પામ્યા હતા વીરગતિ
  • જશરાજ દાદાની જન્મજયંતિ નિમિત્તે કરાયું દાન પુણ્ય
    લોહરણા સમાજ
    લોહરણા સમાજ

પોરબંદર: આજે શનિવારે લોહાણા સમાજના કુળદેવતા તથા ગૌરક્ષક અને શૌર્યના પ્રતીક એવા વીર દાદા જશરાજની જ્યંતિ નિમિત્તે લોહાણા યુવા સેના દ્વારા ગાયોને 251 કિલો ઘઉં અને ગોળના લાડુ ખવડાવવામાં આવ્યા હતાં. આ સેવાકાર્યમાં જ્ઞાતિ અગ્રણીઓ અને જ્ઞાતિ બંધુઓ જોડાયા હતા.

લોહરણા સમાજ
લોહરણા સમાજ

શોર્ય દિવસ તરીકે ઉજવાય છે જશરાજ દાદાની જયંતિ

વીર દાદા જશરાજ કે જે લોહાણા સમાજના કુળદેવ તથા ગૌરક્ષક ધર્મ રક્ષક અને શૌર્યના પ્રતીક ગણાય છે. ઐતિહાસિક કથા મુજબ વીરદાદા જસરાજ પોતાનો લગ્નમંડપ છોડી દુશ્મનથી ગાયોને બચાવવા માટે ગયા હતા, જયાં તેઓ વીરગતિ પામ્યા હતા. જેથી જશરાજ દાદાની જયંતિને શોર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અંતર્ગત આજે શનિવારે વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમાં લોહાણા યુવા સેના દ્વારા આ દાન પુણ્યનું કાર્ય કરવામાં આવ્યું હતું.

લોહરણા સમાજ

ABOUT THE AUTHOR

...view details