ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર પોર્ટ લવાયેલી તામિલનાડુની બોટોના સભ્યોને પોલીસે રાશન પહોંચાડ્યું

તામિલનાડુ રાજ્યની 8 બોટને વાવાઝોડાને લઇને સલામતીના હેતુથી પોરબંદર પોર્ટ પર લાવવામાં આવી હતી. આ બોટના તમામ માછીમારોને પોરબંદર પોલીસે રાશન કિટ વિતરણ કર્યું હતું.

By

Published : May 20, 2021, 11:02 PM IST

પોરબંદર પોર્ટ લવાયેલી તામિલનાડુની બોટોના સભ્યોને પોલીસે રાશન પહોંચાડ્યું
પોરબંદર પોર્ટ લવાયેલી તામિલનાડુની બોટોના સભ્યોને પોલીસે રાશન પહોંચાડ્યું

  • તામિલનાડુની 8 બોટને લવાઇ હતી પોરબંદર પોર્ટ ઉપર
  • વાવાઝોડાને અનુલક્ષી સલામતી માટે પોર્ટ પર લવાઈ હતી
  • તમામ માછીમારોને પોરબંદર પોલીસે રાશન કીટ વિતરણ કર્યું


    પોરબંદરઃ ગુજરાત રાજ્યમાં તારીખ 16 થી 18 મે સુધી હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી હતી અને ભારે પવન અને વરસાદની ચેતવણી આપવામાં આવી હતી. જેના ભાગરૂપે સાગરખેડૂઓને મદદની જરૂર જણાય તો પોરબંદર પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી.આ અનુસંધાને વાવાઝોડા દરમિયાન તમામ એસઓજી સ્ટાફ દ્વારા સાગરખેડૂ લોકોને તેમજ બોટ એસોસિએસન પોરબંદર સાથે સંપર્કમાં હતાં અને બોટ પોરબંદર પોર્ટ ઉપર સુરક્ષિત આવે તે માટે જહેમત ઉઠાવી હતી.

    આ પણ વાંચોઃ મોદી 10 રાજ્યોના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સાથે કરશે વાતચીત, મમતા પણ આપશે હાજરી


તામિલનાડુની આઠ બોટ પોરબંદર પોર્ટ પર રોકાઈ હતી


વાવાઝોડાના કારણે સમુદ્રમાં જવું મુશ્કેલ હોવાથી તામિલનાડુની 8 બોટ પોરબંદર પોર્ટ ખાતે વાવાઝોડામાં સલામતી માટે રાખવામાં આવી હતી. પોરબંદર પોલીસને જાણ થતાં એસઓજી દ્વારા તેઓના કંડલ ખલાસીઓને મદદરૂપ થવા એક ટીમની રચના કરવામાં આવી હતી. 19મેના રોજ તામિલનાડુની બોટને ફિશરીઝની મંજૂરી મળ્યાં બાદ પરત પોતાના રાજ્યમાં જવાનું હોવાથી પોરબંદર એસઓજી સ્ટાફ દ્વારા દરિયાઈ મુસાફરી સારી રહે તે માટે પુષ્પગુચ્છ ભેટ આપવામાં આવ્યાં હતાં. પ્રવાસ દરમિયાન પુરવઠાની જરૂર પડે તે હેતુથી માનવતાના અભિગમ સાથે તમામને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જરૂર પડ્યે પોરબંદર પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ કામગીરીમાં પીઆઈ કે. આઈ. જાડેજા તથા પીએસઆઇ એચ. સી. ગોહિલ તથા એએસઆઈ એમ.એમ. ઓડેદરા સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

ABOUT THE AUTHOR

...view details