- જેતપુરના સાડી ઉદ્યોગનું પ્રદૂષિત પાણી દરિયામાં નાંખવાનો મામલો
- PMO એ મંગાવ્યો રીપોર્ટ
- પર્યાવરણ પ્રેમીઓએ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો
- પ્રદૂષણ વિભાગ તથા મુખ્યપ્રધાન અને વડાપ્રધાન કાર્યાલયમાં પણ કરી હતી ઉગ્ર રજુઆત
- પોરબંદરના સમુદ્રમાં થનારા પ્રદુષણની વડાપ્રધાને ચિંતા કરી: નૂતન ગોકાણી
પોરબંદરઃ ગુજરાત સરકાર દ્વારા કેટલાક મહિના અગાઉ જેતપુર ડાઇંગ ઈન્ડસ્ટ્રીના કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરવા ડીપ એફયુલેન્ટ pipeline project ( Deep effluent pipeline project ) ની વિચારણા કરવામાં આવી હતી. તે સહકારી ઉદ્યોગના ઉપયોગમાં થયેલ પાણીનો નિકાલ પોરબંદર નજીકના દરિયામાં ( Porbandar sea ) પાઇપલાઇન નાંખવામાં યોજના બનાવવામાં આવી હતી.
પ્રોજેક્ટને લઇ દરિયાઇ સૃષ્ટિને નુકસાન
આ પ્રકારના પ્રોજેક્ટને કારણે અનેક દરિયાઈ જીવસૃષ્ટિને તથા જમીનના તળ મારફત જમીનની ફળદ્રુપતાને તથા ખેતીને પણ હાનિ પહોંચે તેવું જણાતા પોરબંદરના પર્યાવરણપ્રેમીઓએ સેવ પોરબંદર સી ( Save Porbandar sea ) નામની કમિટી બનાવી હતી. કમિટીના સભ્યોએ પ્રદૂષણ વિભાગ સહિત મુખ્યપ્રધાન અને વડાપ્રધાન કાર્યાલયમાં ( PMO ) રજૂઆતો કરી હતી અને યોજના રદ કરવા માટે ઝુંબેશ ચલાવી હતી અને જનજાગૃતિના અનેક કાર્યક્રમો યોજ્યાં હતાં.
કમિટીએ પીએમઓ સહિતની કચેરીઓમાં રજૂઆત કરી હતી પીએમઓએ એક્શન ટેકન રીપોર્ટ મગાવ્યો
આ બાબતે વડાપ્રધાન કાર્યાલયમાંથી ( PMO ) ડીપ એફયુલેન્ટ pipeline project ની ( Deep effluent pipeline project ) ગંભીરતાને ધ્યાને રાખી પ્રદૂષણ વિભાગને પ્રોજેકટનો અભ્યાસ કરવા અને એકશન ટેકન રિપોર્ટ પીએમઓમાં મોકલવા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે સેવ પોરબંદર સીના ( Save Porbandar sea ) સભ્ય નૂતનબેન ગોકાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રકૃતિપ્રેમી છે અને જ્યારે પોરબંદરના સમુદ્રમાં પ્રદુષણની ફેલાવવાની આ બાબત ને નોંધ લઇ તપાસના આદેશ આપ્યા છે. આથી હવે આ કાર્ય સફળ રહેશે અને અનેક સમુદ્રના જીવો બચશે તેવી આશા જાગી છે.
PMO દ્વારા પ્રદૂષણ વિભાગ પાસેથી આ બાબતની તપાસ કરી એક્શન ટેકન રીપોર્ટ મંગાવવામાં આવ્યો શું છે મામલો
પોરબંદરના સમુદ્રમાં રાજકોટ જિલ્લાના જેતપુરનો સાડી ઉદ્યોગ છે. તે ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી પાઇપલાઇન મારફતે છોડવામાં આવે તો દરિયાઈ જીવસૃષ્ટિ તથા પર્યાવરણને ગંભીર અસર થવાની છે. Deep effluent pipeline project પાઈપલાઈન ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા તથા ઘેડ વિસ્તારમાં થઈને કેમિકલયુક્ત પાણી દરિયામાં નાખશે. આ પાઈપલાઈન મોટાભાગે ખેતીની જમીનમાંથી પસાર થશે અને આ પાઇપલાઇનમાં જ્યારે ફોલ્ટ થશે ત્યારે હજારો વીઘા જમીન પર પાણી ફરી વળશે અને ખેતીની જમીન ખેતીલાયક પણ નહીં રહે. આથી ખેડૂતોને પણ પાઇપલાઇનથી મોટું નુકસાન થઈ શકે તેમ છે. આ બાબતે વિચારી લોકો પ્રોજેક્ટને રદ કરવા આગળ આવ્યાં હતાં. ઉપરાંત સવા લાખ જેટલા માછીમાર પરિવારો સહિત અન્ય ધંધાર્થીઓને પણ મોટી નુકસાની વેઠવાનો વારો આવશે. કેમિકલયુક્ત પાણીથી અનેક માછલાંઓના મોત થશે. તેનાથી મત્સ્યોદ્યોગ દ્વારા જે કરોડોનું હૂંડિયામણ દેશમાં મળી રહ્યું છે તેને અસર પહોચશે. આ બધાં પાસાંને લઇ સરકાર દ્વારા આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ જેતપુરના કેમિકલ યુક્ત પાણીને દરિયામાં છોડવાનો પ્રોજેક્ટ રદ કરવા પોરબંદરના દરિયા દેવનું પૂજન કરાયું
આ પણ વાંચોઃ 26 જુલાઈ વિશ્વ મેન્ગ્રોવ દિવસ: સુનામી અને તોફાન સામે સૈનિક થઈને ઉભા રહે છે આ ચેરના વૃક્ષો