ગુજરાત

gujarat

પોરબંદરમાં ઈસરો સંસ્થા દ્વારા અંતરીક્ષ કાર્યક્રમનું આયોજન કરાયું

By

Published : Jan 6, 2020, 11:31 PM IST

પોરબંદરઃ જિલ્લાની સેન્ટ મેરી સ્કૂલ ખાતે તારીખ 6 અને 7 જાન્યુઆરીના રોજ ઈસરો સંસ્થા અને સેન્ટ મેરી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે અંતરીક્ષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારના સેટેલાઈટ લોન્ચિંગના કાર્યક્રમો આ ઉપરાંત વૈજ્ઞાનિકોની અને એસ્ટ્રોનોમર્સની માહિતી આપવામાં આવી હતી.

porbandar
પોરબંદરમાં ઈસરો સંસ્થા દ્વારા અંતરીક્ષ કાર્યક્રમનું આયોજન

ઈસરો સંસ્થા દ્વારા મિશન મંગલ અને ઉપગ્રહ લોન્ચિંગમાં સફળતા બાદ અનેક વિદ્યાર્થીઓ ઉત્સાહિત હોય છે. બનવા માટે તથા આંતરિક્ષ વિશે જાણવા માટે આ તમામ વિદ્યાર્થીઓને scientist બનવું છે. પરંતુ કઈ રીતે બનવુંએ ખ્યાલ નથી હોતો.

આ માટે વિદ્યાર્થીઓ ઈસરો સંસ્થા વિશે જાણે અને સમજે અને ભવિષ્યમાં કામ કરીને સફળતા મેળવે અને ભારત દેશનું નામ રોશન કરે, આ હેતુસર પોરબંદરની સેન્ટ મેરી સ્કૂલ ખાતે તારીખ 6 અને 7 જાન્યુઆરીના રોજ ઈસરો સંસ્થા અને સેન્ટ મેરી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે અંતરીક્ષ કાર્યક્રમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારના સેટેલાઈટ લોન્ચિંગના કાર્યક્રમો આ ઉપરાંત વૈજ્ઞાનિકોની અને એસ્ટ્રોનોમર્સની માહિતી આપવામાં આવી હતી.

પોરબંદરમાં ઈસરો સંસ્થા દ્વારા અંતરીક્ષ કાર્યક્રમનું આયોજન

પોરબંદર આસપાસના સ્કૂલના વિદ્યાર્થીઓ તથા લોકોએ આ પ્રદર્શનમાં અદભૂત સેટેલાઇટ લોન્ચ વ્હિકલ વિશે વિશેષ માહિતી મેળવી હતી અને ઈસરો સંસ્થાના વૈજ્ઞાનિકો દ્વારા આ તમામ માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત આ કાર્યક્રમમાં 300 જેટલા વિદ્યાર્થીઓએ ઇસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ સંવાદ પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઈસુ સંસ્થા દ્વારા અંતરિક્ષ વિજ્ઞાનને લગતા વિવિધ મોડેલ તેમજ શાળામાં અભ્યાસ કરતા બાળકોએ પણ આ સેટેલાઇટ લોન્ચ વ્હીકલના મોડલો તથા વૈજ્ઞાનિક અભિગમથી બનાવવામાં આવેલા અલગ-અલગ સાધનોનું વૈજ્ઞાનિક પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.

આ પ્રદર્શન તારીખ 6 અને 7 જાન્યુઆરીના રોજ પોરબંદરની સેન્ટ મેરી સ્કૂલ ખાતે યોજાયું છે. જેની વિદ્યાર્થીઓ અને લોકો મુલાકાત લઈ રહ્યા છે. આ પ્રસંગે ઇસરોના સમૂહ નિર્દેશકે જણાવ્યું હતું કે, ઈસરો સંસ્થા અંતરિક્ષમાં તો કાર્ય કરે છે. પરંતુ સામન્ય લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ આ સંસ્થાને જાણે અને સમજે તેમ રાષ્ટ્ર ભાષાના પ્રચાર સાથે આ પ્રદર્શનનું આયોજન કરાયું છે.

આ ઉપરાંત સિનિયર સાયન્ટીફિક ઓફિસર દિનેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, ઈસરો અંગે વધુ જાણવા માટે અમદાવાદ ખાતે સેન્ટર આવેલું છે, ત્યાંથી પણ વધુ માહિતી આપવામાં આવે છે અને ઈસરો સાથે જોડાવવા માટે પણ ઈસરોની વેબસાઈટના માધ્યમમાં તમામ માહિતી મળી રહેશે.

ABOUT THE AUTHOR

...view details