ગુજરાત

gujarat

By

Published : Jun 5, 2019, 7:15 PM IST

Updated : Jun 5, 2019, 8:30 PM IST

ETV Bharat / state

પોરબંદરમાં "પિન્ક સેલિબ્રેશન", ફ્લેમિંગો ફોસ્ટિવલ યોજાયો

પોરબંદરઃ શહેરમાં વધુ પ્રમાણમાં ફ્લેમિંગો આવતા હોવાથી લોક જાગૃતિ માટે દર વર્ષની જેમ ચાલુ વર્ષે મોકર સાગર કમિટી દ્વારા તારીખ 4 અને 5 જૂન એમ બે દિવસ માટે 'પિન્ક સેલિબ્રેશન'નું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો

પોરબંદરમાં છેલ્લા પાંચ વર્ષથી યોજાતા આ પિન્ક સેલિબ્રેશનમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના 50થી વધુ પક્ષીવિદ જોડાયા હતા અને ગુજરાતના રાજ્ય પક્ષી ફ્લેમિંગો અંગેની વિશેષ માહિતી મેળવી હતી. પોરબંદરનું વાતાવરણ ફ્લેમિંગોને અનુકૂળ હોવાથી મોટી સંખ્યામાં આ પક્ષીઓ પોરબંદરના વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં આવતા હોય છે અને જેને જોવો એક અદભુત લ્હાવો બની ગયું છે.

ખાસ કરીને આ સમય તેઓના મેટિંગનો હોવાથી એક સાથે તેઓ પાણીમાં નૃત્ય પણ કરતા હોય તેવું દ્રશ્ય સર્જાઇ છે. જે લોકોને રોમાંચિત કરી દે છે અને ફ્લેમિંગો (હંજ) ગુલાબી કલરની પાંખ ધરાવતા હોવાથી સુંદર અને મન મોહક લાગે છે. આથી પોરબંદરમાં ફ્લેમિંગો મોટા પ્રમાણમાં આવતા હોવાથી પોરબંદરને સુરખાબી શહેર ફ્લેમિંગો સીટી નામ આપવામાં આવ્યું છે.

4 જૂનના રોજ રોજ ફ્લેમિંગો વિશે પ્રોજેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી અને ફેલમિંગોના પ્રણયનૃત્ય અને પક્ષી વિજ્ઞાન સહિત પોરબંદરના જળપ્લાવિત ક્ષેત્રની માહિતી આપવામાં આવી હતી, ત્યારબાદ 5 જૂનના રોજ વિવિધ વેટ લેન્ડની મુલાકાત લઇ ફ્લેમિંગોના પ્રણયનૃત્યને પક્ષીવિદોએ કેમેરામાં કંડાર્યો હતો.

પોરબંદરમાં "પિન્ક સેલિબ્રેશન

આ બાબતે ક્લાઇમેન્ટ ચેન્જમાં મુખ્ય વિષય વેટલેન્ડ એરિયા મોકર સાગર પર PHD કરતા અલ્પેશ આહિરે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી પિન્ક સેલિબ્રેશન યોજવામાં આવે છે. જેમાં તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે, ધીમે-ધીમે માનવનિર્મિત પ્રક્રિયા વધતી હોવાથી ફ્લેમિંગોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી પોરબંદર જેના માટે ઓળખાય છે. તેની સ્થિતિ નામશેષ થવા તરફ જઈ રહી છે, ત્યારે આવા પક્ષીને બચાવવી તાતી જરૂર છે.

Last Updated : Jun 5, 2019, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details