પોરબંદર : કોરોનાની મહામારીના પગલે આરોગ્ય વિભાગ દ્વારા અનેક તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે, પરંતુ કોરોનાની બીમારી સિવાયની અન્ય બીમારી હોય તે લોકોને ખાસ મા કાર્ડ કઢાવવું હોય, પરંતુ પોરબંદર જિલ્લામાં આવેલી જિલ્લા પંચાયતની કચેરીમા માં કાર્ડની ઓફિસ લોકડાઉન શરૂ થયા બાદ જ બંધ કરવામાં આવી હતી. જો કે, આ કચેરી બંધ થવાનું કારણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન સહિતના નિયમોનું પાલન નથી થતું હોવાને લીધે બંધ કરવામાં આવી હતી.
પોરબંદરમાં મા કાર્ડ મેળવવા અરજદારોને મુશ્કેલીમાંથી રાહત, ગુરુવારથી જિલ્લા પંચાયતમાં ઓફિસ ખુલશે - હોસ્પિટલ
એક તરફ દેશભરમાં કોરોના એક કહેર વર્તાવ્યો છે. ત્યારે બીજી બાજુ કોરોના સિવાયની બીમારીથી પીડાતા લોકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. લોકડાઉનના સમય દરમિયાન પોરબંદરમાં જિલ્લા પંચાયત ખાતે આવેલી મા કાર્ડની ઓફિસ બંધ કરવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને મા કાર્ડ કઢાવવાની તમામ પ્રક્રિયા બંધ હોવાના કારણે ઇલાજ કેવી રીતે કરાવવો તે મોટો પ્રશ્ન ઉભો થયો હતો. તે માટે લોકો એકથી બીજી કચેરીએ ધક્કો ખાઇ રહ્યા છે, ત્યારે આવતીકાલથી મા કાર્ડની ઓફિસ ખુલશે અને પ્રક્રિયા હાથ ધરાશે તેમ ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.
માં કાર્ડ મેળવવા પોરબંદરના લોકોને મુશ્કેલીમાં રાહત
આ ઉપરાંત મા કાર્ડ કઢાવવા માટે આવકના દાખલાની ખાસ જરૂર પડતી હોય જેમાં પણ તાત્કાલિક નવો ન નીકળતો હોવાની અને કાઉન્ટર સહી વાળો દાખલો માન્ય ન ગણાતો હોવાની વાતો સામે આવી હતી.
આ બાબતે જિલ્લા ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી એ.જી.રાઠોડને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, આવતીકાલ એટલે કે ગુરુવારથી પોરબંદર જિલ્લા પંચાયતમાં મા કાર્ડની ઓફિસ ખોલવામાં આવશે અને મા કાર્ડ કઢાવવા માટેના લાભાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ અને નિયમોનું કડક પાલન કરી આ કાર્ડ કઢાવી શકે છે.